________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૮૯ દષ્ટિથી જોનારા જીવો જ્ઞાનીને ઓળખી શકતા નથી.
સમ્યગ્દષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી અળગો રહે જેમ ધાવ ખેલાવે બાળ.
ધાવમાતા પુત્રની જેમ જ વહાલથી બાળકને રમાડે વહાલ કરે-સંભાળ કરે. “મારો પુત્ર” એમ કહીને બોલાવે, છતાં અંદર તેને ભાન છે કે આ પુત્રને જન્મ દેનારી માતા હું નથી; તેમ ધર્માત્મા શરીરાદિની ચેષ્ટા કરતા દેખાય, ભાષામાં પણ બોલાય કે આ મારું ઘર વગેરે, પણ અંતરની દષ્ટિમાં ભાન છે કે હું તો ચૈતન્ય છું, મારા ચૈતન્યભાવ સિવાય બીજી કોઈ વસ્તુ જરાપણ મારી નથી; મારી ચેતના પરભાવની જનેતા નથી. –આવું ભેદજ્ઞાન એકક્ષણ પણ છૂટતું નથી, તે પરભાવ સાથે કે સંયોગ સાથે જરાય એકતા થતી નથી.
(૩) ત્રીજાં દષ્ટાંત છે. નગરનારીના પ્યારનું, જેમ વેશ્યાનો પર પુરુષ પ્રત્યેનો પ્રેમ તે સાચો પ્રેમ નથી, તેને તો લક્ષ્મીનો પ્રેમ છે; તેમ જેણે પોતાના ચૈતન્યતત્ત્વને પરથી અત્યંત ભિન્ન અનુભવ્યું છે એવા ચૈતન્યદૃષ્ટિવંત ધર્માત્માને, પરવસ્તુ પોતાની માનીને તેનો પ્રેમ થતો નથી, તેનો સાચો પ્રેમ તો પોતાની ચૂત લક્ષ્મીમાં જ છે. આ દષ્ટાંતથી ધર્મીને પરપ્રત્યેના પ્રેમનો અભાવ બતાવ્યો છે. પોતાના ચૈતન્ય સિવાય જગતમાં ક્યાંય પરપ્રત્યે તેને આત્મબુદ્ધિથી રાગ થતો નથી, માટે તે અલિત છે.
આમ ત્રણ દષ્ટાંતવડે સમ્યગ્દષ્ટિ-ધર્માત્માનું અલિપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com