________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
રીતે ચૈતન્યસત્તા ઉપર જેની દૃષ્ટિ છે તેની ચેતના પરભાવથી કદી લેપાતી નથી, તે પરભાવરૂપે કદી પોતાને અનુભવતા નથી. નિરંતર તેને ભાન છે કે મારા જ્ઞાનનો એક અંશ પણ અન્યરૂપે થયો નથી, જ્ઞાન પરભાવના અંશને પણ સ્પર્શતું નથી, છૂટું ને છૂટું અલિપ્ત જ રહે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ ગૃહવાસમાં રહ્યો હોય તોપણ જળકમળવત અલિપ્ત છે.
(૨) જેમ સોનું કીચડની વચ્ચે હોય તોપણ તેને કીચડનો કાટ લાગતો નથી; સોનાનો સ્વભાવ જ કાટ વગરનો છે; તેમ અસંયમરૂપી કીચડની વચ્ચે રહ્યા છતાં ધર્માત્માનું સમ્યગ્દર્શન સોના જેવું શુદ્ધ છે, તે કટાતું નથી. ચૈતન્યબિંબ આત્મા દૃષ્ટિમાં આવ્યો તે દૃષ્ટિની શુદ્ધતાનું એવું જોર છે કે પરભાવને તે અડવા દેતી નથી. રાગાદિ હોવા છતાં શ્રદ્ધા-જ્ઞાન તો સો ટચના સોના જેવા શુદ્ધ વર્તે છે. તે જ્ઞાન અને વિકલ્પને અત્યંત જુદા જ રાખે છે. વિકલ્પનો જ્ઞાનમાં પ્રવેશ નથી, જ્ઞાન વિકલ્પરૂપ થતું નથી. આવા જ્ઞાનવંત સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પ્રશંસનીય છે.
સમ્યગ્દષ્ટિ હાલે છતાં સ્થિર, ને બોલે છતાં મૌનએમ કહ્યું છે, કેમકે શરીર અને વચનથી અત્યંત ભિન્ન પોતાનું સ્વરૂપ જાણ્યું છે તેમાં જ વર્તે છે; અંદરમાં દૃષ્ટિ અને જ્ઞાન તો નિજભાવમાં સ્થિર બેઠા છે. તે કાંઈ વિકલ્પમાં કે વાણીમાં જતા નથી, તેથી જ્ઞાની તો સ્થિર જ છે. અહો, જ્ઞાનીની આવી અંતરદશાને વિરલા જ ઓળખે છે. બાહ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com