________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
| [૧૮૭ જ્યાંથી જાદું પડ્યું છે ત્યાં જવા માંગતું નથી.
આઠ વર્ષની દીકરી હોય, સમ્યગ્દર્શન પામે, ને તેના માતા-પિતાને ખબર પડે તો તે પણ કહ્યું કે વાહુ દીકરી ! તારા અવતારને ધન્ય છે! તે આત્માનાં કામ કરીને જીવન સફળ કર્યું. આત્મામાં સમકિતદીવડો પ્રગટાવીને તે મોક્ષનો પંથ લીધો. ઉમર ભલે નાની હોય, પણ આત્માને સાથે તેની બલિહારી છે, દેવો પણ તેના વખાણ કરે છે.
સમ્યગ્દષ્ટિ પરભાવોથી ને સંયોગોથી અલિત છે, બહારમાં ભલે ત્યાગ ન હોય, અસંયમી જ હોય, ઘરમાં સ્ત્રી આદિ સહિત રહ્યો હોય, છતાં અંતરની દૃષ્ટિમાં તે કેવો અલિત છે? તે વાત અહીં ત્રણ દાંતથી સમજાવી છે:
(૧) જળમાં રહેલા કમળની જેમ તે અલિત છે. સમયસારની ૧૪ મીય ગાથામાં પણ આત્માનો અલિપ્ત સ્વભાવ બતાવવા આ દષ્ટાંત આપ્યું છે. જેમ કમળ પાણીની વચ્ચે રહેલું દેખાય છે પણ તેનો સ્વભાવ જુઓ તો તે પાણીને અડ્યું જ નથી, તેમ ધર્માત્મા સંયોગ અને રાગરૂપી કાદવ વચ્ચે રહેલા દેખાય પણ એના જ્ઞાનભાવને જુઓ તો તે પરભાવોથી તદ્દન અલિત છે. જ્ઞાન તો રાગથી જાદું જ છે, તે જ્ઞાન પરભાવોથી લપાતું નથી. આત્માનું જ્ઞાન પરથી ભિન્ન છે; જેને જાદા જાણ્યાં તેમાં અહંપણું કેમ થાય? અને જેનો પોતાના સ્વપણે અનુભવ કર્યો એવી ચૈતન્યસત્તાનું અસ્તિત્વ કદી છૂટતું નથી, તેની દષ્ટિ, તેની શ્રદ્ધા કદી છૂટતી નથી, આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com