________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ सम्यग्दर्शनसंपन्नम् अपि मातंगदेहजम्। લેવા વિતુર્મશ્નપૂઢાં-IIIન્તરૌનસના ૨૮ાા
ચાંડાળશરીરમાં ઊપજ્યો હોય તોપણ જે જીવ સમ્યગ્દર્શનસંપન્ન છે તેને ગણધરદેવ “દેવ' કહે છે, ભસ્મથી ઢંકાયેલા તેજસ્વી અંગારની જેમ તે જીવ સમ્યકત્વવડે શોભે છે. સમ્યગ્દષ્ટિ તિર્યંચપર્યાયમાં હોય કે
સ્ત્રીપર્યાયમાં હોય તોપણ સમ્યત્વના પ્રતાપે તે શોભે છે. તિર્યંચપર્યાય ને સ્ત્રીપર્યાય લોકમાં સામાન્યપણે નિંદનીય છે, પણ જો સમ્યગ્દર્શન સહિત હોય તો તે પ્રશંસનીય છે. ભગવતીઆરાધનામાં પણ સમ્યગ્દષ્ટિ સ્ત્રીની ઘણી પ્રશંસા કરી છે.
(જુઓ ગાથા ૯૯૪ થી ૯૯૯) ગૃહસ્થ સમ્યગ્દષ્ટિ સ્ત્રી હોય, પુત્રાદિસહિત હોય તોપણ તે ગૃહમાં રાચતા નથી, એની રુચિ આત્મામાં છે, જરાય રુચિ બીજામાં નથી. પોતાથી જેને ભિન્ન જાણ્યા તેનો પ્રેમ રહ્યો નથી. સ્વાનુભવવડે સ્વ-પરની વહેંચણી કરી નાંખી છે કે જ્ઞાનાનંદસ્વરૂપ જ હું, ને શુદ્ધાત્માના વિકલ્પથી માંડીને આખી દુનિયા તે પર આવી દષ્ટિનો અપાર મહિમા છે, તેનું અપાર સામર્થ્ય છે, તેમાં અનંત કેવળજ્ઞાનના પંજ આત્માનો જ આદર છે. અહા, એની અંદરની પરિણમનધારામાં એણે આનંદમય સ્વઘર જોયું છે, તે પોતાના આનંદઘરમાં જ રહેવા ઈચ્છે છે; રાગને પરઘર માને છે, તેમાં જવા ઇચ્છતો નથી. ચૈતન્યધામ-કે જ્યાં મન ચોંટયું છે ત્યાંથી ખસતું નથી, ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com