________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
કરો. જરાપણ કાળ નકામો ગુમાવ્યા વિના, પ્રમાદ છોડીને, અંતરમાં શુદ્ધાત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શનને ધારણ કરો.
સમ્યગ્દષ્ટિને જરાપણ સંયમ કે વ્રત ન હોવા છતાં દષ્ટિ અપેક્ષાએ તો તે આખા લોકાલોકથી ઉદાસ થઈ ગયો છે. દેવો તેનો આદર કરે છે કે
વાહ ! ધન્ય તમા૨ો અવતાર, ને ધન્ય તમારી આરાધના ! ભવનો કર્યો અભાવ, એવો ધન્ય તમા૨ો અવતા૨! સમ્યગ્દર્શન વડે તમારો માનવજન્મ તમે સફળ કર્યો ! તમે જિનેશ્વરના પુત્ર થયા, તમે મોક્ષના સાધક થયા. इन्द्र પોતે સમ્યગ્દષ્ટિ છે. અવધિજ્ઞાની છે સમ્યક્ત્વનો મહિમા પોતે અંદર અનુભવ્યો છે એટલે અસંયમી મનુષ્યના કે તિર્યંચના પણ સમ્યગ્દર્શનની તે પ્રશંસા કરે છે. ભલે વસ્ત્ર હોય, પરિગ્રહ હોય, તેથી કાંઈ સમ્યગ્દર્શનરત્નની કિંમત ઘટી ન જાય. ચીંથરે વીંટેલું રત્ન હોય તેની કિંમત કાંઈ ઘટી ન જાય, તેમ ગૃહસ્થનું સમ્યગ્દર્શનરૂપી રત્ન અસંયમરૂપી મેલા ચીંથરે વીંટેલું હોય તેથી કાંઈ તેની કિંમત ઘટી ન જાય. સમ્યગ્દર્શનને લીધે તે ગૃહસ્થ પણ મોક્ષનો પંથી છે.
સમ્યગ્દષ્ટિ આત્માના આનંદમાં રહેનાર છે; જ્યાં આત્માના આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં જગતના વિષયોનો પ્રેમ તેને ઊડી ગયો છે. એની દશા કોઈ પરમ ગંભીર છે, તે બહારથી ઓળખાય તેવી નથી, એકલો ચિદાનંદસ્વભાવ અનુભવીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com