________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] પણ સમ્યક્ત્વનો દોષ નથી.
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને બાહ્ય વિષયો હોય છે તો પછી અમને શો વાંધો ?
[ ૧૮૩
ઉત્તર:- ભાઈ, એ તારો સ્વચ્છંદ છે. સમ્યગ્દષ્ટિને જોતાં તને આવડતું નથી; આત્માના સુખની તને ખબર નથી ને રાગ તારી બુદ્ધિ પડી છે એટલે તું રાગને અને વિષયોને જ દેખે છે, પણ સમ્યગ્દષ્ટિને રાગાતીતવિષયાતીત-અતીન્દ્રિય જ્ઞાનચેતના વર્તી રહી છે તેને તો તું દેખતો નથી. એ ચેતના વિષયોને કે રાગને અડતી જ નથી, જુદી ને જુદી જ રહે છે; ને એવી ચેતનાને લીધે જ તે સમ્યગ્દષ્ટિ પ્રશંસનીય છે. જ્યારે તારામાં તો જ્ઞાનચેતના છે જ નહીં, રાગમાં જ તું તો એકાકાર છો. છતાં ‘અમને શો વાંધો !' એમ કહે છે તે તારો સ્વચ્છંદ છે.
એક જ ઘરમાં બે પુત્રો હોય, બંને સરખા ભોગોપભોગ ભોગવતા હોય, પણ તે વખતે એકને અનંતો બંધ થાય છે, બીજાને અલ્પ! તેનું કારણ ? અંદર દૃષ્ટિના ફેરે મોટો ફેર પડે છે.
અરે, સમ્યગ્દષ્ટિ તો પરમાત્માનો પુત્ર થઈ ગયો, પરમાત્માના ખોળે બેઠો, હવે તેને કેવળજ્ઞાન લેવાની તૈયારી છે; મોક્ષમહેલની સીડી ઉપર ચડવાનું તેણે શરૂ કરી દીધું છે. (મોક્ષમની પરથમ સીઢી...) એમ ૧૭ મા પદમાં કહેશે.)
અહો, આવા પવિત્ર સમ્યગ્દર્શનને બહુમાનથી ધારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com