________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
થતાં સ્વરૂપાચરણ તો વર્તે છે, પણ શ્રાવકનું કે મુનિનું ચારિત્ર નથી તેથી તે અસંયમી છે, અસંયમી હોવા છતાં તે પ્રશંસનીય છે; અસંયમ કાંઈ પ્રશંસનીય નથી પણ સમ્યગ્દર્શન પ્રશંસનીય છે, તે સમ્યગ્દર્શનના પ્રતાપે મોક્ષને સાધી રહ્યા છે.
અને જેને ચૈતન્યનું ભાન નથી ને રાગની રુચિમાં વર્તે છે તેને તો મિથ્યાત્વસહિત અનંતાનુબંધી કષાયો વર્તે છે, તેને વિષયોની સિંચ છૂટી નથી, કેમકે જેને રાગનો પ્રેમ છે તેને વિષયોનો પ્રેમ પણ પડયો જ છે; તે શુભરાગથી વ્રતાદિ પાળે તોપણ તેને પ્રશંસનીય નથી કહેતા, કેમકે તે મોક્ષના માર્ગમાં આવ્યો નથી. તેથી સમન્તભદ્રમહારાજે કહ્યું છે કે દર્શનમોહરહિત એવા નિર્મોહી સમ્યગ્દષ્ટિ-ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં સ્થિત છે, પણ જે મોહવાન છે એવા મિથ્યાદષ્ટિ અણગાર (દ્રવ્યલિંગી સાધુ) મોક્ષમાર્ગમાં નથી; માટે મોહી મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેય છે–ભલો છે-ઉત્તમ છે. અહો, આવા સમ્યગ્દર્શનસમાન શ્રેયકર ત્રણકાળમાં ને ત્રણલોકમાં બીજું કોઈ નથી.
મિથ્યાદષ્ટિ સૂકી રોટલી ખાતો હોય કે ઉપવાસ કરતો હોય છતાં તેને રાગમાં ને વિષયોમાં સુખબુદ્ધિ છે; અને સમકિતી રસ-પૂરી મિષ્ટાન્ન જમતો હોય છતાં તેને તેનો રસ નથી, ચૈતન્યસુખ પાસે વિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી ગઈ છે, એટલે તે વિષયોમાં રત નથી. જોકે ચારિત્રદોષથી
વિષયાસક્તિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com