________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
ઉં
સત્યધારક જીવની દશા અને તેનો મહિમા
રાજ
આઠ ગુણસહિત અને પચ્ચીસ દોષરહિત એવા સમ્યકત્વને ધારણ કરવાનું કહ્યું; હવે એવા સમ્યકત્વ ધારક જીવ કેવા હોય તે બતાવીને તેનો મહિમા કરે છે
(ગાથા-૧૫) दोषरहित गुणसहित सुधी जे सम्यक्दर्श सजे हैं। चरितमोहवश लेश न संजम पै सुरनाथ जजे है।। गृही, पै गृहमें न रचें , ज्यों जलतें भिन्न कमल है। नगरनारीको प्यार यथा कादोमें हेम अमल है।। १५ ।।
અહો, સમ્યગ્દર્શન એટલે શું? લોકોને તેની કિંમત નથી; તેને જરાય સંયમ ન હોય તોપણ તે પ્રશંસનીય છે, દિવો પણ તેનો મહિમા કરે છે. જેણે દોષરહિત અને ગુણ સહિત સમ્યગ્દર્શન ધારણ કર્યું છે, -સમ્યગ્દર્શન વડે આત્માને શણગાર્યો છે, તે ઉત્તમબુદ્ધિવાન ભલે ગૃહવાસમાં રહેલ હોય છતાં ગૃહમાં તે જરાય રત નથી; જેમ જળમાં રહેલું કમળ જળથી જુદું છે, જેમ નગરનારીનો પ્રેમ તે સાચો પ્રેમ નથી અને જેમ કાદવમાં રહેલું સોનું કટાતું નથી, તેમ ગૃહવાસમાં રહેલા સમ્યગ્દષ્ટિનું અલિતપણું જાણવું. જુઓ, ત્રણ તો દષ્ટાંત આપીને સમ્યગ્દષ્ટિનો મહિમા સમજાવ્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com