________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જરાય અતિચાર ન લાગે, ને શુદ્ધતા થાય–તે માટે પચ્ચીસ દોષરહિત અને આઠગુણસહિત સમ્યકત્વની આરાધના કરવી; તેના વડે જીવનું પરહિત થાય છે.
બાપુ! આ તો તારા પોતાના હિતને માટે સાચાખોટાનો વિવેક કરવાની વાત છે. સાચું શું ને ખોટું શું એની જેને ખબર જ નથી તે શું લેશે? ને શું છોડશે? પોતાનું હિત તે કઈ રીતે કરશે? પરીક્ષા વડે સાચા-ખોટાને ઓળખીને નિર્ભયપણે સત્યનો સ્વીકાર કરવો જોઈએ, ને અસત્યનું સેવન છોડવું જોઈએ. જગત સાથે મેળ રાખવા કે જગતને સારું લગાડવા કાંઈ ધર્મને ન છોડાય. પોતાની શ્રદ્ધા સાચી કરવા માટેની આ વાત છે.
વીતરાગી દેવ-ગુરુ-ધર્મનો આદર ને તેનાથી વિરુદ્ધ કુદેવ-કુગુરુ-કુધર્મનો ત્યાગ-આટલું તો સમ્યકત્વની પાત્રતારૂપ પ્રાથમિક ભૂમિકામાં પણ હોવું જોઈએ. “ત્યાગવૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન' એમ કહ્યું તેમાં કુદેવાદિનો ત્યાગ તો પહેલાં જ સમજી લેવો. બીજા તો અનેક પ્રકારનો ત્યાગ કર્યા કરે પણ કુદેવ-કુગુરુના સેવનનો ત્યાગ ન કરે તો તેનું જરાય હિત ન થાય. અને રાગને
જ્યાં ધર્મ માન્યો ત્યાં વૈરાગ્ય ક્યાં રહ્યો? અરે, દેહથી ભિન્ન મારું અખંડ ચૈતન્ય તત્ત્વ શું છે અને તેનો અનુભવ કેવો છે? તેનું સાચું સ્વરૂપ બતાવનાર વીતરાગ સર્વજ્ઞદેવ, રત્નત્રયવંત ગુરુ અને રાગ વગરનો ધર્મ તથા શાસ્ત્રો, તેને જે ઓળખે તે જીવ તેનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com