________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૭૭ લૂંટાઈ જાય, દેશ છોડવો પડે કે પ્રાણ જાય, તોપણ સમ્યગ્દષ્ટિજીવ કોઈ પ્રકારે ભયથી-આશાથી-સ્નેહથી કુધર્મનું કે કુદેવાદિનું આરાધન કરે નહીં. વીતરાગી દેવ-ગુરુ-ધર્મનો ભક્ત હિંસક દેવ-દેવલાંને નમે નહીં. અહા, અરિહંતદેવનો ઉપાસક એ તો ચૈતન્યના વીતરાગમાર્ગે ચાલનારો, તે બીજા કુમાર્ગને કેમ આદરે ? તે કુમાર્ગની કે તેના સેવકોની પ્રશંસા કરે નહિ, અનુમોદના કરે નહિ. અમુક કુધર્મ ખૂબ ફેલાયેલો છે માટે સારો છે, તેના ભક્તો સારા છે, તેના શાસ્ત્રોમંદિરો સારા છે–એવી પ્રશંસા ધર્મી ન કરે. કુધર્મના સેવક કોઈ મોટા મંદિર વગેરે બંધાવે, કરોડો-અબજો રૂપિયા ખર્ચીને યજ્ઞાદિ મોટા ઉત્સવ કરે ત્યાં ધર્મીક તેની પ્રશંસા પણ ન કરે કે તમે બહું સારૂં કર્યું. અરે, વીતરાગમાર્ગધી વિરુદ્ધ એવા કુમાર્ગ, જે જગતના જીવોનું અહિત કરનાર, તેના કાર્યની પ્રશંસા શી ? જેમાં મિથ્યાત્વનું પોષણ તે ક્રિયાને સારી કોણ કહે? આ રીતે ધર્મીજીવ કુદેવ-કુગુરુકુધર્મને પોતે સેવે નહિ, ને બીજા સેવે તેની પ્રશંસાદિક ન કરે; પણ બને તો તેને ઉપદેશ આપીને સાચો માર્ગ બતાવે ને કુમાર્ગથી છોડાવે. ધર્મી ગૃહસ્થ રાજાને કે માતા-પિતા વગેરે વડીલને નમે તે તો લોકવ્યવહાર છે, તેની સાથે કાંઈ ધર્મનો સંબંધ નથી; પણ ધર્મનાં વ્યવહારમાં તે કુદેવ-કુગુરુને કદી નમે નહીં. આ તો જેને સમ્યગ્દર્શનરૂપી મહારત્ન લેવું છે, ધર્મનો સાચો માલ લેવો છે તેને માટે વાત છે; તથા જેણે સમ્યગ્દર્શનરૂપી રત્ન પ્રાપ્ત કર્યું છે તેને તે સાચવવાની વાત છે. સમ્યક્ત્વમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com