________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૭૫ રાજા હોય ને સમ્યગ્દષ્ટિ તેની નોકરી કરતો હોય-એ તો બધા શુભાશુભ કર્મના ચાળાં છે, તેથી ધર્મી પોતાને દીન નથી માનતો. પોતાના અક્ષય જ્ઞાનાદિ અનંત ઐશ્વર્યને તે પોતામાં દેખે છે. આ રીતે ધર્મીને મદ કે દીનતાનો અભાવ છે.
ધર્માત્માને સમ્યક્ત્વપૂર્વક આવા આઠ મદનો અભાવ થયો છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની અત્યંત ભિન્નતા જેણે જાણી છે તેને પરચીજ વડે પોતાની મોટાઈ ભાસતી નથી. માતાપિતા- શરીર-રૂપ-ધન વગેરે જે ચીજ મારી છે જ નહિ તેના વડે મારી અધિકતા કેમ હોય ? મારી અધિકતા તો મારા સમ્યક્ત્વાદિ સ્વભાવ વડે છે. સુંદર શરીરને બહારની મોટાઈ એ તો અનંતવાર મળ્યું, તેમાં જેને પોતાની શોભા લાગે છે તેને ચૈતન્યપદથી શોભતા એવા પોતાના આત્માનું ભાન નથી. દેહ-જાતિ-રૂપ-માતા-પિના-ધન-વૈભવ-મોટી પદવી એ તો બધા પરદ્રવ્ય છે, તે બધાથી પોતાના આત્માને સર્વથા જીદો અનુભવ્યો પછી ધર્મીને તે પદાર્થોવડે પોતાની મોટાઈ કેમ ભાસે ? માટે તેને આઠ મદ હોતાં નથી. મોટાઈનો કોઈ વિકલ્પ આવી જાય તો તેને પણ મલિનતા જાણીને તે ભાવ છોડવો ને દોષ રહિત શુદ્ધ સમ્યક્ત્વની આરાધના કરવી-એમ ઉપદેશ છે.
આઠ મદ
આ રીતે આઠ શંકાદિક દોષ તથા સમ્યગ્દષ્ટિને હોતાં નથી; તે ઉપરાંત છ અનાયતન અને મૂઢતાનું સેવન પણ તેને હોતું નથી. અરિહંતપ૨માત્માએ જીવનું જે સ્વરૂપ
ત્રણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com