________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ નથી. મારો આત્મા પોતે સિદ્ધ પરમેશ્વર છે-એનાથી મોટું બીજું કયું ઐશ્વર્ય કે મોટાઈ છે કે જેનો હું મદ કરું? અરે, રાગ અને રાગનાં ફળ એ તો બધા અપદ છે-અપદ છે. લોકો બહારની પદવી માટે ઝાંવા નાખે છે, પણ ધર્મી જાણે છે કે એ કાંઈ મારા ચૈતન્યનું ફળ નથી, વિકારનું ફળ છે, તેની હોંશ શી? ચૈતન્યના પદ પાસે ચક્રવર્તીપદ પણ તદ્દન તૂચ્છ છે. આવું ચૈતન્યપદ જેણે પોતામાં પ્રાપ્ત કર્યું જાણ્યું ને અનુભવ્યું) તે બીજા કયા પદનાં અભિમાન કરે ? અહીં, ત્રણ લોકમાં સૌથી ઊંચું એવું અમારું ચૈતન્યપદ અમે અમારા અંતરમાં દેખ્યું છે, અંતરમાં આનંદની અપૂર્વ વીણા વાગી છે, અતીન્દ્રિયસુખના તરંગથી ચૈતન્યદરિયો ઊછળ્યો છે, આવો આનંદસ્વરૂપ હું પોતે છું. આનંદથી ઊંચું જગતમાં બીજું શું છે? આવી આત્મઅનુભૂતિને લીધે ધર્માત્માને જગતનાં ઐશ્વર્યનો મોહ ઊડી ગયો છે, તેથી તેને ક્યાંય ઐશ્વર્યનો મદ થતો નથી. મોટો અધિકાર હોય, લાખો-કરોડો લોકો પૂજતા હોય આખા દેશમાં હુકમ ચાલતો હોય-પણ તેને લીધે આત્માની જરાય મોટાઈ ધર્મ માનતા નથી. મારી મોટાઈ તો મારા સ્વભાવથી જ છે; બીજા મને મોટાઈ શું આપશે ? બીજા પાસેથી મોટાઈ લેવી પડે એવો પરાધીન હું નથી. આ રીતે ધર્મીને મોટાઈ નો મદ હોતો નથી. તેમજ બીજા જીવો અશુભકર્મના ઉદયથી દરિદ્ર હોય તેની અવજ્ઞા પણ કરતા નથી. બહારનું ઐશ્વર્ય હોવું કે ન હોવું તે તો કર્મકૃત છે, એનું સ્વામીત્વ ધર્મીને નથી. મિથ્યાષ્ટિ મોટો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com