________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ દષ્ટિમાં એને શરીરનો મદ જરાય નથી.
એવો જ પ્રસંગ નેમિનાથતીર્થકર અને શ્રીકૃષ્ણ વચ્ચે બન્યો હતો. યાદવોની રાજસભામાં એકવાર શરીરબળની ચર્ચા ચાલી. નેમકુમાર અને કૃષ્ણ બંને પિતરાઈ ભાઈ હતા. શ્રીકૃષ્ણ મોટા, નેમકુમાર નાના; પણ નાનો તોય સિંહ! નાના હોય તીર્થંકર ! તેઓ પણ સભામાં ગંભીરપણે બેઠા હતા. સભામાં કોઈ એ શ્રીકૃષ્ણના બળનાં વખાણ કર્યાં, તો કોઈએ નેમકુમારનાં વખાણ કર્યા, કોનું બળ વધે તેની પરીક્ષા કરવાનું નક્કી થયું. ત્યારે નેમકુમાર ટચલી આંગળી લંબાવીને શ્રીકૃષ્ણને કહે છે કે તમારામાં બળ હોય તો આ આંગળી વાંકી કરી આપો ! શ્રીકૃષ્ણ તે આંગળીએ ટીંગાઈ ગયા તોપણ આંગળી વાંકી ન કરી શકયા-આવું અચિંત્ય શરીરબળ, છતાં તે વખતેય આત્માને તેનાથી સર્વથા જુદો જ જાણતા હતા; સમ્યકત્વમાં આઠેમદનો અભાવ હતો. અસ્થિરતાનો વિકલ્પ આવ્યો પણ તેમાં સમ્યકત્વસંબંધી કોઈ દોષ ન હતો. આવા સમ્યકત્વને ઓળખીને તેની આરાધના કરવાનો ઉપદેશ છે.
ધર્માત્માને કુદરતે પુણ્યના ઠાઠ આવે, પણ તે જાણે છે કે આ પુણ્યના ઠાઠમાં અમે નથી; અમારા ચૈતન્યના ઠાઠ એનાથી જુદા જ છે. અમારું સામર્થ્ય અમારી અંદર સમાય છે, અમારા ચૈતન્યનું બળ કાંઈ દેહમાં નથી. આવા ભાનમાં ધર્મીને શરીરના બળનો મદ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com