________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૭૧ છે. શરીરનું બળ કાંઈ આત્માને સાધવામાં કામ નથી આવતું.
જોકે તીર્થકરોને શરીરનું બળ પણ બીજા કરતાં ઉત્કૃષ્ટ હોય છે, પણ અંદર ચૈતન્યશક્તિના ભાનમાં તે દેહથી પોતાને ભિન્ન જાણે છે. બાહુબલી અને ભરત બને ભાઈ પરસ્પર લડ્યા, છતાં તે વખતેય બેમાંથી કોઈને દેહનો મદ નથી, બંનેના અંતરમાં ભેદજ્ઞાનનું કાર્ય ભજી રહ્યું છે, લડવાની ક્રિયા થઈ માટે અંદર દેહ સાથે એકત્વબુદ્ધિ હશેએમ જરાપણ નથી. સહેજ અભિમાન આવ્યું પણ અંદરની ચૈતન્યપરિણતિ તે અભિમાનથી જાદી જ કામ કરી રહી છે; તેને જ્ઞાની જ ઓળખે છે.
ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ભરત ચક્રવર્તી, તેના બળમાં જ્યારે અમુક સૈનિકોએ શંકા કરી, ત્યારે બળ બતાવવાનો વિકલ્પ ઊઠતાં ભરતરાજે પોતાની ટચલી આંગળી વાંકી કરી નાંખી, ને સૈનિકોને કહ્યું કે મારી આ આંગળી વાંકી થઈ ગઈ છે તે ખેંચીને સીધી કરી આપો. સૈનિકો ઘણું મથ્યા પણ આંગળી સીધી કરી ન શકયા. અંતે એક સાંકળ ટચલી આંગળી સાથે બાંધીને છનું કરોડ પાયદળના સૈનિકોએ તે ખેંચી; ચક્રવર્તીએ ટચલી આંગળીનો જરાક આંચકો માર્યો ત્યાં તો બધા સૈનિકો જમીન પર ગબડી પડયા. –આવું તો એના શરીરનું બળ હતું ને આ પ્રકારનો વિકલ્પ પણ આવ્યો; છતાં તે શરીર અને તે વિકલ્પ બંનેથી પાર એવી અનંત ચૈતન્યશક્તિથી સંપન્ન જ તે પોતાને દેખે છે. આવી ચૈતન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com