________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ચૈતન્યનિધાન પાસે જગતના વૈભવને તૂચ્છ-સડેલા તરણાં જેવા સમજીને, ક્ષણમાં તેને છોડીને, ચૈતન્યના કેવળજ્ઞાનનિધાનને સાધવા માટે અનેક મુમુક્ષુજીવો મુનિ થઈને વનમાં ચાલ્યા ગયા. અજ્ઞાનીઓ એ ધન વગેરે જડસામગ્રી પાસે પોતાના સુખની ભીખ માંગે છે, જ્ઞાની તો તેને છોડીને પોતાના ચૈતન્યસુખને સાધે છે. અજ્ઞાનીને પુણ્યકર્મના ઉદયથી કંઈક ધન વગેરે સામગ્રી મળે ત્યાં તો અભિમાન થઈ જાય કે અમે કેવા મોટા થઈ ગયા? અરે બાપુ! તારા એ અભિમાનને ઓગાળી નાખ, ને તારા ચૈતન્યનિધાનને દેખ. આત્માની ચૈતન્યસંપદા પાસે તારી આ જડવિભૂતિની શું કિંમત છે? અગાધ ચૈતન્યનિધાનને દેખતાં આખા જગતનાં અભિમાન ઓગળી જાય છે, તેમાં ક્યાંય મહત્તા ભાસતી નથી.
જાઓ તો ખરા, સંતોએ આત્માના વૈભવને કેવો મલાવ્યો છે! એવો વૈભવ અંદરમાં છે જ, તે બતાવ્યો છે. આવા વૈભવવાળા પોતાના આત્માને જ્યાં અનુભવ્યો ત્યાં ધર્મીને બહારના ધન વગેરે વૈભવનો મદ રહેતો નથી.
F ૬. બળમદ H. દેહ જ હું નથી, ત્યાં તેના બળનું અભિમાન કેવું? મારો આત્મા અનંત ચૈતન્યબળનો ધારક છે. તેનું ભાન તો થયું છે, ને તેની આરાધનામાં ધ્યાનવડે એવો એકાગ્ર થાઉં કે ગમે તેવા ઉપસર્ગ-પરિષહ વચ્ચે પણ ચલાયમાન ન થાઉં, આવી વીતરાગી ક્ષમાદશા પ્રગટ કરું તે આત્માનું સાચું બળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com