________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૬૯ આ ચૈતન્યદેવ સ્વયં મહિમાવંત, જગતમાં સૌથી મહાન છે; એના સિવાય જગતના કોઈ પદાર્થ વડે અમને અમારી મહત્તા ભાસતી નથી. ચૈતન્યનું ઐશ્વર્ય જેણે દેખ્યું નથી તે કોઈને કોઈ પરના બહાને મીઠાસ લ્ય છે. જેમ લીંબોળીનો ઢગલો ભેગો કરીને એમ માને કે મારે કેટલો બધો વૈભવ ? –એ તો બાળક છે, રાજા એમ ન કરે. તેમ બહારમાં પુણ્યનાં ઠાઠ તે તો લીંબોળી જેવા કડવા વિકારનાં ફળ છે, બાળકબુદ્ધિ જેવો અજ્ઞાની તેને પોતાનો વૈભવ માને છે; પણ રાજા જેવો સમ્યગ્દષ્ટિ–જેણે પોતાના સાચા ચૈતન્યનિધાનને પોતામાં દેખ્યા છે તે કદી પુણ્યફળવડ પોતાની મહત્તા સમજતો નથી, એને તો તે ધૂળના ઢગલા જેવા પુદ્ગલપિંડ સમજે છે.
ભરત ચક્રવર્તીને છખંડનો રાજવૈભવ હતો છતાં તે જાણતા હતા કે અમારા ચૈતન્યના અખંડ વૈભવ સિવાય બીજું કાંઈ એક રજકણ માત્ર પણ અમારું નથી, તેના સ્વામી અમે નથી. અમે છખંડના સ્વામી નથી પણ અખંડ આત્માની અનુભૂતિના સ્વામી છીએ. એમ ચૈતન્યની અનુભૂતિમાં તે બહારના વૈભવને અડવા પણ દેતા ન હતા. અતીન્દ્રિયજ્ઞાન વડે આત્મસંપદાના અચિંત્ય વૈભવનું સ્વસવેદન જેણે કર્યું તેને જડનાં કે વિકારના ફળનાં અભિમાન ક્યાંથી રહે? આમ ધર્મીને ધનમદ થતો નથી, તેમજ બીજા કોઈ ધર્માત્મા-ગુણવાન જીવ અશુભકર્મના ઉદયવશ દરિદ્ર હોય તો તેના પ્રત્યે તેને અવજ્ઞા કે તીરસ્કારબુદ્ધિ થતી નથી. અરે, આત્માના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com