________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
૫. ધનમદ અથવા ઋદ્ધિનો મદ
અંદરમાં પોતાનો ચૈતન્યવૈભવ જેણે દેખ્યો છે એવા ધર્માત્મા બહારના વૈભવને પોતાનો માનતા જ નથી પછી તેનો મદ કેવો ? દરિયા જેવો પૂર્ણાનંદ પોતામાં ઊછળે છે એનું ભાન થયું ત્યાં બીજે બધેથી મદ ઊડી ગયો. માતાપિતા-ધન-શરીર-પુત્ર-રાજપદ-પ્રધાનપદ એ તો તો બધા કર્મકૃત છે, એનાં અભિમાન શા? જે રાગ અને પુણ્યથી પોતાના ચૈતન્યમૂર્તિ આત્માને જીદો અનુભવ્યો છે તે રાગનાં ને પુણ્ય-ફળનાં અભિમાન શા? એ તો બધી કર્મસામગ્રી છે, તેમાં કાંઈ મારો ધર્મ નથી. જેને ધર્મનું ભાન થયું તેને કર્મસામગ્રીમાં અહંપણું કેમ રહે? કર્મસામગ્રીવડે (એટલે કે પુણ્યનાં ફળવડે) જેને પોતાની મોટાઈ ભાસે છે તેણે કર્મથી ભિન્ન પોતાનો ચૈતન્ય વૈભવ દીઠો નથી. ધર્મી જાણે છે કે એ વૈભવ અમારો નથી, એ તો ઉપાધિ છે; અમારો આત્માનો વૈભવ તો કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયથી ભરપૂર અક્ષય-અખંડ-અવિનાશી છે. માતા-પિતા મહાન હોય કે બહારમાં પુણ્યવૈભવના ઢગલા હોય તેમાં મને શું? -એ તો બધી કર્મની સામગ્રી, તે અમારી જાત નહીં. અમે તો સિદ્ધભગવંતોની જાતના, અને તીર્થંકરોના કૂળના છીએ, તેમના કેડાયતી છીએ, તેમના માર્ગે ચાલનારા છીએ. સિદ્ધ અને તીર્થંકરભગવંતો જેવા જ આત્માના વૈભવના અમે સ્વામી છીએ. અમારો આત્મા ચૈતન્યદેવ, તે જ અમારી મહત્તા છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com