________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૬૭ જ્ઞાનચેતનામાં લીધા વગરનું બધું ભણતર તો થોથાં જેવું છે. ધર્મીને કદાચ બીજું જાણપણું ઓછું હોય પણ અંદર ચેતના વડે ભગવાન આત્માને જાણી લીધો-તેમાં બધુંય આવી ગયું.
જરાક જાણપણું થાય ત્યાં તો, અમને બધું આવડે છે ને બીજાને નથી આવડતું-એવી ઘમંડબુદ્ધિથી અજ્ઞાની બીજા ધર્માત્માનો પણ અનાદર કરી નાખે છે. કેવળજ્ઞાન વિદ્યાનો સ્વામી આત્મા કેવો છે એની એને ખબર નથી એટલે તે ઇન્દ્રિયજ્ઞાનમાં રાચી રહ્યો છે. કેવળજ્ઞાનસ્વભાવને જાણે તો ઈન્દ્રિયજ્ઞાનનું અભિમાન થાય નહીં. ઇન્દ્રિયજ્ઞાન તો પરાધીનજ્ઞાન, તેની હોંશ શી?
અહો, વીતરાગી શ્રુતનું જ્ઞાન તો વીતરાગતાનું કારણ છે, તે માનાદિ કષાયનું કારણ કેમ થાય? માટે જૈનધર્મના આવા દુર્લભજ્ઞાનને પામીને આત્માને માનાદિ કષાય ભાવોથી છોડાવવો, ને જ્ઞાનના પરમ વિનયપૂર્વક સંસારના અભાવનો ઉદ્યમ કરવો. –એ રીતે જે પોતાના જ્ઞાનને મોક્ષમાર્ગમાં જોડ છે તે ધર્મીને જ્ઞાનમદ કે વિદ્યામદ હોતો નથી.
અરે, મારો ચૈતન્યભગવાન મેં મારામાં દેખ્યો, તેની પૂર્ણ પરમાત્મદશા પાસે બીજા કોના અભિમાન કરું? ક્યાં સર્વજ્ઞદશા! ક્યાં મુનિઓની વીતરાગી ચારિત્રદશા! ને ક્યાં મારી અલ્પદશા ! સ્વભાવથી પૂરો પરમાત્મા હોવા છતાં જ્યાંસુધી કેવળજ્ઞાન ન પામું ત્યાં સુધી હું નાનો જ છુંઆમ દષ્ટિમાં પ્રભુતા; ને પર્યાયમાં પામરતા-બંનેનો ધર્મીને વિવેક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com