________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬]
| [ વિતરાગવિજ્ઞાન ભાગ-૩ શોભા છે. શુભરાગ પણ મારા રૂપથી કદરૂપ છે, ને શરીરનું રૂપ તો પુદ્ગલની રચના છે. આવા ભાનમાં ધર્મીને રૂપનો મદ હોતો નથી.
F ૪. વિધામદ અર્થાત્ જ્ઞાનમદ F કોઈ વિદ્યા આવડ કે શાસ્ત્રનું જાણપણું હોય તેનો ઘમંડ ધર્મીને હોય નહીં. અહા, ક્યાં પરમ અતીન્દ્રિય કેવળજ્ઞાન! ને ક્યાં આ અલ્પજ્ઞાન? કેવળજ્ઞાનના અચિંત્ય સામર્થ્ય પાસે તો આ જ્ઞાન અનંતમાં ભાગનું છે. ચૈતન્યવિધાનો આખો દરિયો જેણે દેખ્યો તેને ખાબોચિયા જેવા જાણપણાનો મહિમા કે મદ થતો નથી. આ તો જે જ્ઞાની છે, જેને વિશેષ જ્ઞાનાદિ વિદ્યા ખીલી છે અને છતાં તેનો મદ નથી–તેની વાત છે. જે અજ્ઞાની છે, અને વિશેષ જ્ઞાનાદિ ન હોવા છતાં શાસ્ત્રાદિના થોડાક જાણપણામાં ઘણો મદ કરે છે તેને તો આત્માના અપાર જ્ઞાનસામર્થ્યની ખબર જ નથી, તે તો જરાક જાણપણામાં અટકી જાય છે. બાપુ! તારા એવા ઇન્દ્રિયજ્ઞાનની મોક્ષમાર્ગમાં કાંઈ કિંમત નથી. એ ઇન્દ્રિયજ્ઞાન તો ક્ષણિક વિનાશી છે. ૧૪ પૂર્વનું સમ્યજ્ઞાન તે પણ આત્માની કેવળજ્ઞાનવિધા પાસે તો અનંતમા ભાગનું છે, તો તારા બાહ્ય ભણતરની શી ગણતરી? ૧૪ પૂર્વમાં તો અગધ જ્ઞાન છે, તે ભાવલિંગી મુનિને જ થાય છે. ધર્મીને શાસ્ત્રભણતર વગેરે હોય પણ તેની તેને મુખ્યતા નથી, તેને તો જ્ઞાનચેતનાવડે અંતરમાં પોતાના આત્માને અનુભવવો તેની જ મુખ્યતા છે. ચૈતન્યસ્વભાવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com