________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૬૫ તો કલંક છે, એનાં મદ શાં? ચૈતન્યમૂર્તિ અશરીરી ભગવાનને માતા-પિતાના સંબંધથી ઓળખાવવો પડે તે તો શરમ છે. જેણે અશરીરી ચૈતન્યતત્ત્વ અનુભવમાં લીધું તેને માતા પિતા સંબંધી મોટાઈનો મદ હોતો નથી. આ રીતે ધર્મીને જાતિમદ તથા કૂળમદનો અભાવ છે.
F ૩. રૂપમદ F શરીરના રૂપનો ગર્વ સમ્યગ્દષ્ટિને હોતો નથી. આત્માનું રૂપ તો જ્ઞાન છે; ધર્મજીવ શરીરથી ભિન્ન પોતાના જ્ઞાનરૂપને દેખે છે. આ ચામડાના શરીરનું રૂપ તે અમારું રૂપ નથી, એ તો ક્ષણમાં નાશ પામી જાય કે સડી જાય તેવું છે, એનો ગર્વ કોણ કરે? આ રીતે ધર્મીને સુંદર રૂપનો ગર્વ નથી; તેમજ કોઈ ગુણવાનનું શરીર કુરૂપ–કાળું કૂબડું હોય તો તેના પ્રત્યે તીરસ્કાર પણ નથી. સુંદર રૂપવાળો પણ જો પાપ કરે તો દુર્ગતિમાં જ જાય. માટે શરીરના રૂપથી કાંઈ આત્માની શોભા નથી. સમ્યગ્દર્શન પ્રગટયું છે તે જ આત્માનું સાચું મહાન શ્રેષ્ઠ આભૂષણ છે, તેનાથી આત્મા ત્રણલોકમાં શોભે છે.
શરીરથી પોતાના આત્માને ભિન્ન જાણ્યો છે એટલે શરીર રૂપાળું હોય તો તેના વડે પોતાની અધિક્તા ભાસતી નથી, ને શરીર કદરૂપું હોય તો દીનતા પણ થતી નથી. એ રૂપ તો જડનું છે, તે રૂપ મારું જ નહીં, પછી તેના અભિમાન શા? મારું તો ચૈતન્ય રૂપ છે, ચૈતન્યના રૂપથી ઊંચું જગતમાં કોઈ નથી. વીતરાગી ચૈતન્ય-રૂપ વડે મારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com