________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ કૂળમાં તેમજ નીચકૂળમાં અનંતવાર અવતરી ચૂક્યો છે, એ તો ક્ષણિક સંયોગ છે. શાશ્વત આત્માને આ અવતારના અભિમાન શા? અવતાર ધારણ કરવો તે તો શરમ છે. ઊચ્ચકૂળ પામ્યાનું ફળ તો એ છે કે રત્નત્રયનાં ઉત્તમ આચરણવડે આત્માને મોક્ષમાર્ગમાં જોડવો, ને મિથ્યાત્વાદિ પાપનાં અધમ આચરણને છોડવા. બાકી ઉત્તમકૂળમાં અવતરીને પણ જો અભક્ષ્યભક્ષણ વગેરે નિંદ્ય કાર્ય કરે તો તે નરકમાં જ જાય; ઊંચુકૂળ કાંઈ નરકમાં જતાં રોકે નહીં. –આમ વિચારીધર્માજીવ કૂળ કે જાતિના મદને છોડે છે.
* એક વૈરાગી બાળક માતા પાસે દીક્ષાની રજા માંગે
છે.
* ત્યારે માતા કહે છે-બેટા! તને દીક્ષાની રજા તો આપું, પણ એક શરતે!
* પુત્ર કહે છે-કહો માતા, કઈ શરત?
* માતા કહે છે–દીક્ષા લીધા પછી એવી આત્મસાધના કર કે ફરીને બીજી માતા ન કરવી પડે; એટલે હું તારી છેલ્લી જ માતા હોઉં! –આ શરતે હું તને દીક્ષાની રજા આપું છું.
* પુત્ર કહે છે–ધન્ય માતા! અપ્રતિહત સાધના કરીને હું કેવળજ્ઞાન પ્રગટ કરીશ, ને ફરીને આ સંસારમાં અવતાર નહીં લઉં ફરીને બીજી માતા નહીં કરું.
જુઓ, સંસારમાં માતાના પેટે અવતાર ધારણ કરવો એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com