________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૬૨ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
શંકાદિક આઠદોષ, આઠમદ, છઅનાયતન તથા ત્રણ મૂઢતા-આ પ્રમાણે પચ્ચીસદોષને છોડીને, નિઃશંકતાદિ આઠ ગુણ સહિત સમ્યગ્દર્શનને હૈ જીવો તમે ભક્તિપૂર્વક ધારણ કરો; તે મોક્ષનું મૂળ છે.
સમ્યગ્દષ્ટિને પોતાના અચિંત્ય ચૈતન્યવૈભવ પાસે જગતમાં બીજા કોઈની મહત્તા ભાસતી નથી, તેથી તેને ક્યાંય મદ હોતો નથી, એ રીતે તેને આઠમદનો અભાવ હોય છે, તેનું અહીં વર્ણન કરે છે
F ૧-૨. કૂળમદ તથા જાતિમદ
પિતાના પક્ષને કૂળ, અને માતાના પક્ષને જાતિ કહેવાય છે, પણ માતા-પિતા એ તો જડ શરીરનો સંબંધ છે, તેની મોટાઈનાં અભિમાન શાં? હું તો શરીરથી જાદો ચૈતન્યમૂર્તિ છું, માતા-પિતાને કારણે કાંઈ મારી મોટાઈ નથી. માતા કોઈ મોટા ઘરની હોય કે પિતા કોઈ મોટા રાજા-મહારાજા હોય તેને કારણે ધર્મી પોતાની મોટાઈ માનતા નથી, એટલે તેને જાતિમદ કે કૂળમદ હોતો નથી. અરે, અમારી જિત તો ચૈતન્યજાતિ છે, દેહની જાતિ અમારી છે જ નહીં, પછી તેનો મદ કેવો? હું જ્ઞાનસ્વરૂપ છું; જ્ઞાનસ્વરૂપ મારા આત્માને કોઈએ ઉપજાવ્યો નથી, પછી મારે જાતિ-કૂળ કેવા ? ચૈતન્ય મારી જાતિ, અને જ્ઞાનદર્શનસ્વભાવ જ મારું કૂળ છે. આરીતે ધર્મીને પિતા કે પુત્રાદિ કોઈ મહાન હોય તો તેનું અભિમાન થતું નથી; તેમજ પિતા વગેરે દરિદ્ર હોય તો તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com