________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૬૧ નિઃશંકતાદિ આઠ ગુણ સહિત સમ્યક્ત્વને આરાધે છે. તે ઉપરાંત તેને આઠ મદ હોતા નથી.
(૯-૧૬ ) આઠમદ: કૂળમદ, જાતિમદ, રૂપમદ અર્થાત્ શરીરમદ, વિધામદ અર્થાત્ જ્ઞાનમદ, ધર્મમદ અર્થાત ઋદ્ધિમદ, બળદ, તપમદ અને અધિકારમદ એટલે કે પૂજાનો મદ આવા આઠ પ્રકારના મદરૂપ આઠદોષ સમ્યગ્દષ્ટિને હોતા નથી.
(૧૭-૨૨) છ અનાયતનઃ કુદેવ તથા તેને સેવનારા, કુગુરુ તથા તેને સેવનારા, કુધર્મ તથા તેને સેવનારા, આ છએ ધર્મને માટે અસ્થાન છે, તેથી તે અનાયતન છે, તેનામાં ધર્મ હોતો નથી; તેનું સેવન તો ધર્મીજીવને હોય જ નહિ, અને તેની પ્રશંસા પણ મનથી, વચનથી કે કાયાથી ધર્મીજીવ કરે નહિ, આ રીતે છ અનાયતની પ્રશંસારૂપ છે દોષ સમ્યગ્દષ્ટિને હોતાં નથી.
(૨૩-૨૫) ત્રણ મૂઢતાઃ મૂઢલોકોમાં દેવના નામે, ગુરુના નામ અને શાસ્ત્રના નામે અનેક વિપરીતતાઓ ચાલતી હોય છે, પણ ધર્માજીવ દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી કોઈ મૂઢતાને સેવતો નથી; વીતરાગમાર્ગના જિનેશ્વરદેવ, રત્નત્રયધારક જિનમુનિગુરુ, અને તેમના કહેલાં વીતરાગતાપોષક જિનશાસ્ત્રો, તેને જ માને છે, તેનો જ આદર -સત્કાર, નમસ્કાર કરે છે. એ સિવાય બીજા કોઈ કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને સ્વપ્નય માનતો નથી, તેને નમન વગેરે કરતો નથી. આ રીતે ત્રણ મૂઢતારૂપ ત્રણદોષ સમ્યગ્દષ્ટિને હોતાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com