________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
6
સમ્યગ્દષ્ટિનું પચ્ચીસદોષથી
રહિતપણું
Sug
પરદ્રવ્યોથી ભિન્ન પોતાના શુદ્ધઆત્માની પ્રતીત કરીને જેને સમ્યગ્દર્શન થયું છે, જે મોક્ષમાર્ગી થયો છે એવા સમ્યગ્દષ્ટિ ધર્માત્માનું આ વર્ણન છે. તે સમ્યગ્દષ્ટિને નિઃશંકતાદિ આઠઅંગ હોય છે ને તેનાથી વિરુદ્ધ એવા શંકાદિ આઠદોષ હોતાં નથી એનું વર્ણન કર્યું, તે ઉપરાંત આઠમદ વગેરે દોષ પણ તેને હોતાં નથી–એનું કથન કરે
છે:
[ગાથા ૧૩ ( ઉત્તરાદ્ધ) તથા ૧૪] पिता भूप वा मातुल नृप जो होय न तो मद ठाने। मद न रूपको मद न झानको धन-बलको मद भानै।।१३।। तपको मद न मद जु प्रभुताको करै न सो निज जाने। मद धारे तो यही दोष वसु समकितको मल ठाने।। कुगुरु-कुदेव-कुबृष-सेवककी नहीं प्रशंस उचरे है। जिन-मुनि जिनश्रुत विन कुगुरादिक तिन्हें न नमन करे है।।१४।।
સમ્યકત્વના કુલ પચ્ચીસ દોષ છે; સમ્યગ્દષ્ટિને તે પચ્ચીસ દોષ હોતાં નથી તેનું આ વર્ણન છે.
(૧-૮) શંકા વગેરે આઠ દોષ: પહેલાં નિઃશંકતા, નિ:કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ, ઉપગૂન, સ્થિતિકરણ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com