________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
થાય છે, તે મોક્ષમહેલનું પહેલું પગથિયું છે, ત્યાંથી જ મોક્ષમાર્ગરૂપ ધર્મની શરૂઆત થાય છે. જન્મ-મરણના નાશના ઉપાયમાં પહેલું જ સમ્યગ્દર્શન છે; એના વગરનું બધુંય જાણપણું ને બધી ક્રિયાઓ નિરર્થક છે. કોઈ પુણ્યથીશુભરાગથી આવું સમ્યગ્દર્શન થતું નથી, અંતરમાં; શુદ્ધતત્ત્વ છે તેને જ્ઞાનમાં-અનુભવમાં લઈને નિઃશંક શ્રદ્ધા કરતાં સમ્યકદર્શન થાય છે. આવા નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે સાચા દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ, નવતત્ત્વની ઓળખાણ, તથા નિઃશંક્તાદિ આઠગુણ-વગેરે વ્યવહાર કેવો હોય છે તે બતાવ્યું. આ જાણીને મુમુક્ષુ જીવોએ આઠઅંગ સહિત શુદ્ધ સમ્યકત્વને ધારણ કરવું, ને શંકાદિક દોષોને છોડવા.
હે જીવ! લાખો વાતમાં સારરૂપ આ એક જ વાત છે કે સંસારના બધા હંદુ-ફંદને એકકોર
મુકીને, આત્માના અંતરમાં
હિત
માટે નિજઆત્મસ્વરૂપને ચિંતવ.
1192-9311
Please inform us of any errors on rajesh@AtmaDharma.com