________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૫૭
એકલા વ્યવહારના શુભવિકલ્પોને જ ધર્મ માની લ્યે છે, ને રાગ વગરના નિશ્ચયધર્મને સમજતા નથી તેઓને તો પોતામાં પણ જરાય ધર્મ નથી, એટલે સાચી ધર્મપ્રભાવના પણ તેમને હોતી નથી. પોતામાં ધર્મ હોય તો તેની પ્રભાવના કરે ને? અહીં તો અંતરમાં પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરીને નિશ્ચયધર્મ સહિતના વ્યવહારની વાત છે. અરે, વીતરાગના સત્યમાર્ગને ભૂલીને અજ્ઞાનથી કુમાર્ગના સેવનવડે જીવો પોતાનું અહિત કરી રહ્યા છે, તેઓ જ્ઞાનવડે સાચો માર્ગ પામે અને પોતાનું હિત કરે–એવી ભાવનાથી ધર્મીજીવ જ્ઞાનના પ્રચારવડે સત્યધર્મની પ્રભાવના કરે છે; સત્યમાર્ગ પોતે જાણ્યો છે તેની પ્રભાવના કરે છે.
ધર્મીને આવા આઠ અંગરૂપ વ્યવહાર હોય છે, છતાં તે વ્યવહારના અવલંબને કાંઈ શુદ્ધિની વૃદ્ધિ કે મોક્ષનો માર્ગ નથી, મોક્ષનો માર્ગ તો અંતરમાં જે શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર વર્તે છે તે જ છે; તે જ મુખ્ય છે, ને બીજાને મોક્ષમાર્ગ કહેવો તે તો ઉપચાર છે. -આ રીતે નિશ્ચયવ્યવહાર બંને એકસાથે છે, આગળ-પાછળ નથી.
આત્મા પરદ્રવ્યોથી ભિન્ન, શાંત-વીતરાગ-ચિદાનંદ સ્વભાવરૂપ છે, તેને ઓળખીને તેમાં ‘આ જ હું છું' એવો ભાવ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. શરીર-મન-વાણી ને રાગદ્વેષથી પાર થઈને, ભેદવિકલ્પોથી પણ પા૨ થઈને, અંતરમાં પોતાના શુદ્ધ એકત્વસ્વરૂપમાં સ્વસન્મુખ દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com