________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ઉમળકો આવે છે. તે સાધર્મીનો અપવાદ થવા ન દે. વાહ, જુઓ તો ખરા ! અંતરદૃષ્ટિપૂર્વક વીતરાગમાર્ગમાં વ્યવહારનો પણ કેટલો વિવેક છે! આવો વ્યવહાર પણ અંદરમાં યથાર્થ માર્ગનું ભાન કરે તેને જ સમજાય તેમ છે. સમ્યકત્વના આ આઠ અંગ દ્વારા ધર્માજીવ પોતામાં વીતરાગમાર્ગની પુષ્ટિ કરે છે, તેની અનુમોદના કરે છે, તેનો મહિમા વધારે છે, ને સર્વ પ્રકારે તેની પ્રભાવના કરે છે. પ્રભાવના-અંગ માટે વજમુનિનું ઉદાહરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ રીતે સમ્યકત્વના આઠ અંગ કહ્યા. આવા આઠગુણો સહિત શુદ્ધ સમ્યકત્વને આરાધવું, અને તેનાથી વિરુદ્ધ જે શંકાદિ આઠદોષો તેનો ત્યાગ કરવો.
સમ્યગ્દષ્ટિને જ માર્ગની સાચી પ્રભાવના હોય છે. જેણે ધર્મનું સાચું સ્વરૂપ જાણું હોય તે જ તેની પ્રભાવના કરી શકે; ધર્મને જે ઓળખતો જ નથી તે પ્રભાવના શેની કરશે? અહો, જિનમાર્ગ કોઈ અદભુત અલૌકિક છે, ઇન્દ્રોચક્રવર્તીઓ ને ગણધરો પણ જેને ભક્તિથી આદરે છે–એ વીતરાગમાર્ગની શી વાત! આવો માર્ગ, અને તેને આદરનારા સાધર્મીઓનો યોગ મળવો બહુ દુર્લભ છે. આવા માર્ગને પામીને પોતાનું હિત કરી લેવા જેવું છે. જેટલો રાગભાવ છે તેને ધર્મી પોતાના સ્વાત્મકાર્યથી ભિન્ન જાણે છે, ને નિશ્ચય સમ્યકત્વાદિ વીતરાગભાવને જ સ્વધર્મ જાણીને આદરે છે. ધર્મનું આવું સ્વરૂપ સમજીને તેની પ્રભાવના કરે છે. જેઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com