________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૫૫ ને વ્યવહારમાં પણ આવા જિનમાર્ગનો મહિમા જગતમાં કેમ પ્રસિદ્ધ થાય ને જગતના જીવો આવો ધર્મ કેમ પામે એવો પ્રભાવનાનો ભાવ ધર્મીને હોય છે. તે પોતાની સર્વશક્તિથી. જ્ઞાન-વિધા-વૈભવ-તન-મન-ધન-દાન-શીલ-તપ વગેરેથી ધર્મપ્રભાવના કરે છે. કોઈ વિશેષ શાસ્ત્ર દ્વારા, તીર્થ દ્વારા, ઉત્તમ જિનાલય દ્વારા તથા અનેક મહોત્સવ દ્વારા પણ પ્રભાવના કરે છે, અત્યારે તો જીવોને સાચું તત્ત્વજ્ઞાન મળે તેવી પ્રભાવનાની ખાસ જરૂર છે. કુદાકુન્દાચાર્યદવે સમયસાર વગેરે અધ્યાત્મશાસ્ત્રોની રચના દ્વારા જિનશાસનની મહાન પ્રભાવના કરી છે, ને લાખો જીવો ઉપર ઉપકાર કર્યો છે. સમતભદ્રસ્વામી, અકલંકસ્વામી વગેરેએ પણ જૈનધર્મની મહાન પ્રભાવના કરી છે. ધર્મ ઉપર સંકટ આવે ત્યાં ધર્મી જીવ ઝાલ્યો ન રહે, જેમ શૂરવીરયોદ્ધો યુદ્ધમાં છાનો ન રહે, તેમ ધર્માત્મા ધર્મપ્રસંગે છાનો ન રહે, ધર્મનો મહિમા પ્રસિદ્ધ થાય એવા કાર્યોમાં તે ઉત્સાહથી પોતાની મેળે જ વર્તે. દેવ-ગુરુ-શાસ્ત્રના કાર્યોમાં, તીર્થોના કાર્યમાં કે સાધÍજનોના કાર્યમાં પોતાની શક્તિ અનુસાર હોંશથી પ્રવર્તે. આવો શુભરાગ હોય છે, છતાં તેની મર્યાદ પણ જાણે છે કે આ રાગ છે તે કાંઈ મને મોક્ષનું સાધન નથી. રાગ વડ મને કે બીજાને લાભ નથી. એટલે તેને રાગની ભાવના નથી પણ વીતરાગમાર્ગની પ્રભાવના અને પુષ્ટિની જ ભાવના છે. અહીં, આવો સુંદર વીતરાગમાર્ગ! ને આવા માર્ગને સાધનારા આ મારા સાધર્મી ભાઈ ! આમ પોતાના સાધર્મી ભાઈ–બેન પ્રત્યે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com