________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જોઈ શકતી નથી, તેને કુદરતી વાત્સલ્ય ઊભરાય છે. પ્રધુમ્નકુમાર ૧૬ વર્ષે ઘરે આવ્યો ત્યારે રુકિમણીમાતાના હૈયામાં વાત્સલ્યની ધારા ઊભરાણી. તેમ ખરા પ્રસંગે સાધર્મીનો પ્રેમ છાનો ન રહે. સમ્યગ્દષ્ટિને સમ્યગ્દષ્ટિ પ્રત્યે અંતરનો પ્રેમ હોય; એને દેખતાં, એની વાત સાંભળતાં પ્રેમ આવે. ધર્મનો પ્રેમ હોય તેને ધર્મી પ્રત્યે પ્રેમ હોય જ;કેમકે ધર્મ અને ધર્મી કાંઈ જાદા નથી. [– થર્મો ધાર્મિ. વિના ]
આ તો સમ્યગ્દર્શન સહિતના આઠઅંગની વાત છે; પરંતુ તે પહેલાં પણ ધર્મના જિજ્ઞાસુને ધર્મ પ્રત્યેનું વાત્સલ્ય, ધર્માત્માનું બહુમાન વગેરે ભાવો હોય છે. મોક્ષનું ખરું કારણ તો અંદરમાં પરિદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની રુચિ ને જ્ઞાન કરવું તે છે. સમ્યગ્દર્શન વગરના શુભભાવથી મોક્ષમાર્ગ થતો નથી. સમ્યગ્દર્શન પછી પણ જે રાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શનાદિ વીતરાગભાવ જ છે. જ્યાં રાગની ભૂમિકા છે ત્યાં આવા વાત્સલ્યાદિ ભાવો જરૂર આવે છે. (આ વાત્સલ્યઅંગના પાલનમાં ૭OO મુનિવરોની રક્ષા કરનાર વિષ્ણુમુનિરાજની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે, તે “સમ્યકત્વ-કથા વગેરેમાં જોઈ લેવી.) આ રીતે સાતમા વાત્સલ્યઅંગનું વર્ણન પૂરું થયું.
H ૮. પ્રભાવના-અંગનું વર્ણન ક. જિનમાર્ગદ્વારા પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્માને જાણીને તેની “પ્ર-ભાવના' ઉત્કૃષ્ટભાવના તો ધર્મી કરે જ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com