________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૫૩ સમ્યગ્દષ્ટિને કોઈપણ જીવપ્રત્યે વેરભાવ નથી, તો પછી ધર્મી પ્રત્યે તો ઈર્ષા શેની હોય? બીજો જીવ પોતાના કરતાં વધી જાય ત્યાં દ્વેષ ન થાય પણ અનુમોદના અને પ્રેમ આવે. સાધર્મીને અંદરોઅંદર પ્રેમ હોય, –કેવો પ્રેમ? કે માતાને પુત્ર ઉપર હોય તેવો નિર્દોષ પ્રેમ, ગાયને વાછડી ઉપર પ્રેમ હોય તેવો નિ:સ્પૃહ પ્રેમ ધર્મીને સાધર્મીપ્રત્યે હોય. અત્યારે એના દુઃખમાં હું મદદ કરીશ, તો ક્યારેક તે બદલો આપશે, ને ખરા વખતે તે મને કામમાં આવશે, –એવી બદલાની આશા ન રાખે, પણ ધર્મના સહજ પ્રેમથી નિઃસ્પૃહભાવે ધર્મપ્રત્યે વાત્સલ્ય રાખે. વાછડું કાંઈ મોટું થઈને ગાયની સેવા કરવાનું નથી છતાં ગાયને તેના ઉપર હૈયામાંથી પ્રેમ ઊભરાય છે, –એવું નિઃસ્પૃહ-વાત્સલ્ય ધર્મીને બીજા ધર્માત્મા પ્રત્યે હોય છે.
જેમ માતા પોતાના પુત્રનું દુ:ખ દેખી શક્તી નથી, હરણી પોતાનાં બચ્ચાંના પ્રેમની ખાતર તેની રક્ષા કરવા સિંહની સામે થાય છે. સાચી માતાના પ્રેમની એક વાત આવે છે કે એક બાળક માટે બે સ્ત્રીને ઝગડો થયો. ન્યાયાધીશ (સત્યની પરીક્ષા ખાતર) બાળકના બે કટકા કરીને બંનેને એકેક વહેંચી દેવા હુકમ કર્યો. તે સાંભળતાં જ સાચી માતાની તો રાડ ફાટી ગઈ, પુત્રને બચાવવા તેણે કહ્યું –ભલે આખેઆખો પુત્ર એને આપી દો, મારે એના કટકા નથી કરવા. દષ્ટાંતમાંથી એટલું લેવાનું છે કે સાચી માતા પુત્રનું દુ:ખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com