________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ઉપર વાત્સલ્ય આવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રધારક જીવોનો સમૂહ તે ધર્માત્માનો પોતાનો સમૂહ છે, તેમને જ તે પોતાના સાચા સ્વજન માને છે. તેમની પ્રાપ્તિ થતાં જાણે કોઈ મહાન નિધાન મળ્યું હોય-એવી અત્યંત પ્રીતિ ઊપજે છે; તેમનો આદર, તેમના ગુણની સ્તુતિ, આહાર-પાન, સેવા વગેરેમાં આનંદ માનવો તે વાત્સલ્ય અંગ છે. કપટથી કોઈને દેખાડવા માટે નથી કરતો, કે કોઈ બદલાની આશાથી નથી કરતો, પણ ધર્મની પ્રીતિને લીધે ધર્મીને એવો પ્રેમભાવ સહેજે આવી જાય છે. જે વીતરાગધર્મને હું સાધુ છું તે જ ધર્મને આ સાધી રહ્યા છે, તેથી તે મારા સાધર્મી છે; મારા સાધર્મીને કોઈ દુઃખ ન હો, એને ધર્મમાં કાંઈ વિદન ન હો -આ પ્રમાણે સાધર્મી પ્રત્યે વાત્સલ્ય હોય છે; આમાં રાગ તો છે, પણ તે રાગની દિશા સંસાર તરફથી પલટીને ધર્મ તરફ વાળી દીધી છે. સંસારમાં સ્ત્રી-પુત્ર-પૈસા વગેરેનો રાગ તે તો પાપબંધનું કારણ છે, ને સાધર્મી પ્રત્યેના ધર્માનુરાગમાં તો ધર્મની ભાવના પોષાય છે. અંતરંગમાં તો ધર્મીને પોતાના શુદ્ધ જ્ઞાન-દર્શનચારિત્રસ્વરૂપ આત્મામાં પરમ પ્રીતિ છે, તેને જ તે પોતાનું
સ્વરૂપ જાણે છે, એ પરમાર્થ વાત્સલ્ય છે. ને વ્યવહારમાં રત્નત્રયના ધારક બીજા સાધર્મી જીવોને પોતાના સમજીને તેમના પર પરમ પ્રીતિરૂપ વાત્સલ્ય આવે છે. ધર્માત્મા ઉપર દુઃખ આવે તે ધર્મી જોઈ ન શકે. દરેક પ્રકારે તેને સહાય કરીને તેનું દુ:ખ મટાડવાનો ઉપાય કરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com