________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૫૧ ધનામાં ઉત્સાહિત કરો. આમ પોતાના તેમ જ પરના આત્માને સંબોધન કરીને ધર્મમાં સ્થિર કરે છે, તે સમ્યગ્દષ્ટિનું સ્થિતિકરણ અંગ છે. પ્રતિકૂળતા આવે ત્યાં મુંઝાઈ ન જાય, તેમજ બીજા સાધર્મીને મુંઝાવા ન ઘે. અરે, મરણ આવે કે ગમે તેટલી પ્રતિકૂળતા આવે તો પણ હું મારા ધર્મથી ડગું નહીં, મારા આત્માની આરાધનાને છોડું નહીં-એમ ધર્મી નિ:શંકપણે દઢપરિણામથી પોતાના આત્માને ધર્મમાં સ્થિર રાખે છે. કોઈ ભય બતાવે, લાલચ બતાવે, તોપણ ધર્મથી ડગતા નથી. મોક્ષનો સાધક થયો તેના આત્મપરિણામમાં આવી દઢતા હોય છે.
સમ્યગ્દષ્ટિને સમ્યકત્વાદિ નિશ્ચયધર્મમાં જેટલી સ્થિરતા છે તેટલો ધર્મ છે, તે વીતરાગભાવ છે; અને બીજા સાધર્મીને ધર્મમાં સ્થિર કરવાનો જે ભાવ છે તે શુભરાગ છે, તે કાંઈ ધર્મ નથી, પણ ધર્મીને ધર્મપ્રેમનો તેવો ભાવ આવે છે. શ્રેણિકરાજાના પુત્ર વારિફેણમુનિએ પોતાના મિત્રનું મુનિપણામાં સ્થિતિકરણ કર્યું હતું તેની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે, તે “સમ્યકત્વ-કથા' માં આપ વાંચી શકશો. આ રીતે સ્થિતિકરણ નામના છઠ્ઠા અંગનું વર્ણન કર્યું.
OF ૭. વાત્સલ્ય-અંગનું વર્ણન ,
જેમ ગાયને પોતાના વાછરડા ઉપર, કોઈ જાતની આશા વગર નિરપેક્ષ પ્રેમ આવે છે તેમ ધર્મીને બીજા સાધર્મીજનો પ્રત્યે સહેજે પ્રેમ આવે છે, તેમને પોતાનાં જ ગણીને તેમના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com