________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ નરકાદિનાં તીવ્ર દુઃખો તે ભોગવ્યાં, માટે હવે દુષ્મન છોડ ને ચૈતન્યની ભાવના ભાવ. આમ અનેક પ્રકારના ચિંતનથી પોતાના આત્માને ધર્મમાં સ્થિર કરે; તથા બીજા સાધર્મીજનોને પણ પોતાના જ સમજીને સર્વ પ્રકારની સહાયથી ધર્મમાં સ્થિર કરે. –એવો ભાવ ધર્માત્માને હોય છે. કોઈને ઉપદેશ વડે ઉત્સાહિત કરે, કોઈને ધનથી પણ મદદ કરે, કોઈને શરીરથી સેવા કરે, કોઈને વૈર્ય આપે, કોઈને અધ્યાત્મની મહાન ચર્ચા સંભળાવે એમ સર્વ પ્રકારે તનથી-મનથી-ધનથી-જ્ઞાનથી ધર્માત્માની મુંઝવણ મટાડીને તેને ધર્મમાં દઢ કરે. અરે, અનંતકાળે આવો મનુષ્યભવ ને આવો જૈનધર્મ મળ્યો, તેને ચૂકી જશો તો ફરી અનંતકાળે આવો અવસર મળવો કઠણ છે. અત્યારે જરાક પ્રતિકૂળતાના દુ:ખથી ડરી જઈને જો ધર્મની આરાધના ચૂકી જશો તો સંસારમાં નરકાદિના અનંત દુઃખ ભોગવવા પડશે. નરકાદિના દુઃખ પાસે તો આ પ્રતિકૂળતા કાંઈ જ હિસાબમાં નથી. માટે કાયર થઈને આર્તપરિણામ ન કરો, વીર થઈને ધર્મધ્યાનમાં દઢ રહો. આર્તધ્યાનથી તો ઊલ્લું વધુ દુઃખ થશે. સંસારમાં તો પ્રતિકૂળતા હોય જ, માટે ધૈર્ય પૂર્વક ધર્મધ્યાનમાં દઢ રહો. તમે તો મુમુક્ષુ છો, ધર્મના જાણનાર છો, જ્ઞાનવાન છો, તો આ પ્રસંગે દીન થવું શોભતું નથી, વીરતાપૂર્વક આત્માને સમ્યકત્વાદિની ભાવનામાં દઢપણે જોડો. પૂર્વે અનેક મહાપુરુષો પાંડવો સીતાજી વગેરે થયા તેમને યાદ કરીને આત્માને ધર્મની આરા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com