SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [૧૪૯ ન જાય ને બહારમાં ધર્મની નિંદા ન થાય–તે હેતુ છે; તથા ગુણની પ્રીતિ વડે શુદ્ધતાની વૃદ્ધિ નો હેતુ છે. આવું ઉપગૂહન તથા ઉપવૃંહણ-અંગ છે. આ અંગના પાલન માટે જિનેન્દ્રભક્ત એક શેઠની કથા પ્રસિદ્ધ છે, તે “સમ્યકત્વકથા.” વગેરેમાંથી જોઈ લેવી. આ રીતે સમ્યકત્વના પાંચમા ગુણનું વર્ણન કર્યું. H ૬. સ્થિતિકરણ-અંગનું વર્ણન ક કોઈ કષાયવશ, રોગાદિની તીવ્ર વેદના વશ, કુસંગથી, લોભથી કે અનેકવિધ પ્રતિકૂળતાના પ્રસંગમાં ધર્મી જીવ શ્રદ્ધાથી કે ચારિત્રથી ડગતો હોય કે શિથિલ થતો હોય તો પ્રેમપૂર્વક વૈરાગ્ય-ઉપદેશથી કે બીજા અનેક ઉપાયથી ધર્મમાં તેને સ્થિર કરવો, પોતાના આત્માને પણ ધર્મમાં દઢ કરવો ને બીજા સાધર્મીને પણ ધર્મમાં દઢ કરવો-તે સ્થિતિકરણ છે. શરીરમાં કોઈ તીવ્ર રોગ આવે, વેપારમાં અચાનક મોટી ખોટ જાય, સ્ત્રી-પુત્રાદિનું મૃત્યુ થયું હોય, વિષયોથી મન ચલિત થતું હોય, કોઈ વિશેષ માનઅપમાનનો પ્રસંગ બન્યો હોય, ત્યાં પોતાના પરિણામને શિથિલ થતા દેખે તો ધર્માત્મા તરત જ્ઞાન-વૈરાગ્યની ભાવના વડે પોતાના આત્માને ધર્મમાં દઢ કરે કે અરે આત્મા! આ તને શું થયું? આવો મહા પવિત્ર રત્નત્રયધર્મ પામીને આવી કાયરતા તને શોભતી નથી. તું કાયર ન થા, અંતરમાં શુદ્ધઆત્મસ્વરૂપ દેખ્યું છે તેની ફરી ફરીને ભાવના કર, સંસારના દુર્ગાન વડે તો અનંતવાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy