________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] .
[૧૪૭ તો મારામાં છે–આમ ધર્મી પોતાના ગુણનો ઢંઢેરો જગત પાસે નથી પીટતા. મને ગુણ પ્રગટયા તે બીજા જાણે ને પ્રસિદ્ધ થાય તો ઠીક-એવી તેને ભાવના નથી. કોઈ ધર્માત્માના ગુણોની જગતમાં સહેજે પ્રસિદ્ધિ થાય–તે જુદી વાત છે, પણ ધર્મીને તો પોતામાં જ સમાવાની ભાવના છે; દુનિયામાં બહાર પડવાનું શું કામ છે? “દુનિયા સ્વીકારે તો જ મારા ગુણ સાચા એવું કાંઈ નથી; ને દુનિયા ન સ્વીકારે તેથી કાંઈ મારા ગુણને નુકશાન થઈ જતું નથી. મારા ગુણ કાંઈ મેં દુનિયા પાસેથી નથી લીધા, મારા આત્મામાંથી જ ગુણ પ્રગટ કર્યા છે, એટલે મારા ગુણમાં દુનિયાની અપેક્ષા મને નથી. આમ ધર્મી જગતથી ઉદાસ નિજગુણમાં નિઃશંક વર્તે છે.
કોઈને વિશેષ જાતિસ્મરણાદિ જ્ઞાન થાય, જ્ઞાનની શુદ્ધિ સાથે લબ્ધિઓ પણ પ્રગટે, ઘણા મુનિઓને વિશેષ લબ્ધિઓ પ્રગટે, અવધિ-મન:પર્યયજ્ઞાન પણ થાય, છતાં જગતને તેની ખબર પણ ન પડે, એ તો પોતે પોતામાં આત્માની સાધનામાં મશગુલ વર્તતા હોય. પોતાની પર્યાયમાં પોતાના ગુણોની પ્રસિદ્ધિ થઈ ત્યાં આત્મા પોતે પોતાથી જ સંતુષ્ટ ને તૃત છે; પોતાના ગુણના શાંતરસને પોતે વેદી જ રહ્યો છે, ત્યાં બીજાને બતાવવાનું શું કામ છે? ને બીજા જીવો પણ તેવી અંતરદષ્ટિ વગર ગુણને ક્યાંથી ઓળખશે? આ રીતે ધર્મી પોતાના ગુણોને પોતામાં ગુપ્ત રાખે છે; ને બીજા સાધર્મીના દોષને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com