________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
તે તેની નિંદા સહન કરી શકતી નથી, તેથી તેના દોષ છૂપાવીને ગુણ પ્રગટે તેમ ઈચ્છે છે, તેમ ધર્મીને પોતાનો રત્નત્રય ધર્મ વહાલો છે, તેથી રત્નત્રયમાર્ગની નિંદાને તે સહી શકતો નથી, એટલે ધર્મની નિંદા દૂર થાય ને ધર્મનો મહિમા પ્રસિદ્ધ થાય-એવો ઉપાય તે કરે છે. દોષને ઢાંકવાદૂર કરવા અને ગુણને વધા૨વા-એ બન્ને વાત આ પાંચમા અંગમાં આવી જાય છે, તેથી તેને ઉપગ્રહન અથવા ઉપબૃહણ કહેવાય છે.
ધર્માત્મા નિજગુણને ઢાંકે એટલે કે બારમાં પ્રસિદ્ધિની કામના ન કરે, મારા આત્મામાં મારું કામ થઈ રહ્યું છે તે બીજાને દેખાડવાનું શું કામ છે? બીજા લોકો મારા ગુણને જાણે તો ઠીક-એવું કાંઈ ધર્મીને નથી. ધર્મી પોતાના આત્મામાં તો પોતાના ગુણની પ્રસિદ્ધિ (પ્રગટ અનુભૂતિ ) બરાબર કરે, પોતાના સમ્યક્ત્વાદિ ગુણોને પોતે નિઃશંક જાણે, પણ બહારમાં બીજા પાસે તે ગુણોની પ્રસિદ્ધિ વડે માન–મોટાઈ મેળવવાની બુદ્ધિ ધર્મીને હોતી નથી; તેમજ બીજા ધર્માત્માઓના દોષને પ્રસિદ્ધ કરીને તેની નિંદા કરવાનો કે તેને હલકો પાડવાનો ભાવ ધર્મીને હોતો નથી, પણ તેના સમ્યક્ત્વાદિ ગુણોને મુખ્ય કરીને તેની પ્રશંસા કરે છે, આ રીતે ગુણની પ્રીતિ વડે પોતામાં ગુણને વધારતો જાય છે, ને અવગુણને ઢાંકે છે તથા પ્રયત્ન વડે તેને દૂર કરે છે.
ધર્મીને પોતાને ગુણ ગમે છે ને દોષ ગમતા નથી. બીજા કોઈ ધર્માત્મામાં હીનશક્તિવશ કોઈ દોષ થઈ ગયો હોય તો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com