________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૪૩ અરિહંત ભગવાનનો માર્ગ જેણે જાણ્યો તે જીવ જગતમાં ક્યાંય મુંઝાય નહીં. ભગવાનના માર્ગને નિઃશંકપણે સેવતો થકો તે મોક્ષને સાધે. આવું સમ્યગ્દષ્ટિનું અમૂઢદષ્ટિત્વ-અંગ છે. આ અમૃઢષ્ટિઅંગના પાલનમાં રેવતી રાણીનું ઉદાહરણ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, તે ‘સમ્યકત્વ-કથા ’ વગેરે પુસ્તકમાંથી જોઈ લેવું.) આ રીતે સમ્યક્ત્વના ચોથા અંગનું વર્ણન કર્યું.
૬ ૫. ઉપગ્રહના ( ઉપબૃહણ ) અંગનું વર્ણન
પોતાના ગુણોની પ્રશંસા ન કરે ને બીજાની નિંદા ન કરે. સાધર્મીમાં કોઈ દોષ લાગી ગયો હોય તો તેને ઢાંકે ને તે દોષ દૂર કરવા પ્રયત્ન કરે, તથા ગુણની વૃદ્ધિ થાયધર્મની વૃદ્ધિ થાય એવા ઉપાય કરે, –આવો ભાવ તે સમ્યગ્દષ્ટિનું ઉપગ્રહન અથવા ઉપબૃહણ અંગ છે.
ધર્માત્માને એવી માર્દવભાવના એટલે કે નિર્માનતા હોય છે કે પોતાના ગુણ જગતમાં પ્રસિદ્ધ થાય ને પૂજાય એવી ભાવના તેને હોતી નથી, તથા કોઈ સાધર્મીના દોષ પ્રસિદ્ધ કરીને તેને હલકો પાડવાની ભાવના હોતી નથી, પણ ધર્મ કેમ વધે, ગુણની શુદ્ધિ કેમ વધે તેની ભાવના હોય છે. કોઈ અજ્ઞાની કે અશક્ત જનો દ્વારા પવિત્ર રત્નત્રયમાર્ગની નિંદાનો પ્રસંગ ઊભો થાય તો ધર્મી તેને દૂર કરે છે, ધર્મની નિંદા થવા દેતા નથી. દોષને દૂર કરવો ને વીતરાગ ગુણોની વૃદ્ધિ કરવી તે સમ્યક્ત્વનું અંગ છે, એટલે સમ્યગ્દષ્ટિને એવો ભાવ સહેજે હોય છે. જેમ માતાને પોતાનો પુત્ર વહાલો છે એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com