________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૩૯
ધર્માત્મા પ્રત્યે ગ્લાનિ કરતો નથી. પોતાના શરીરમાં પણ રોગાદિ મલિનતા થાય તો તેથી પોતાના ધર્મોથી તે ડગતો નથી કે ધર્મમાં શંકા કરતો નથી. મુનિઓ તો દેહ પ્રત્યે અત્યંત ઉદાસ છે, સ્નાનાદિ તેઓ કરતા નથી, દેહની શોભાનું કે દેહના શણગારનું તેમને લક્ષ નથી, તેઓ તો સ્વાનુભવરૂપી સ્નાનવડે આત્માને શોભાવનારા છે; રત્નત્રય તેમનો શણગાર છે; અહો, આવા મુનિઓને દેખતાં રત્નત્રયધર્મના બહુમાનથી તેમના ચરણોમાં શિર નમી પડે છે.
અરે, દેહ તો સ્વભાવથી જ અશુચીનું ધામ અને ક્ષણભંગુર છે; અને ધર્માત્મા તો રત્નત્રયવડે સહજ પવિત્ર છે. શરીરમાં સુગંધ કે દુર્ગંધ એ તો જડનો ધર્મ છે. એવું કાંઈ નથી કે ધર્મીનું શરીર કાળું-કૂબડું ન જ હોય. કોઈનું શરીર કાળું-કૂબડું પણ હોય, અવાજ પણ ચોકખો ન નીકળતો હોય, તેથી શું ? અંદર તો દેહથી ભિન્ન જ્ઞાનશ૨ી૨ીપણે ધર્માત્મા પોતાને અનુભવે છે. સમંતભદ્રસ્વામી રત્નકદંડશ્રાવકાચારની ૨૮ મી ગાથામાં કહે છે કે
सम्यग्दर्शनसम्पन्नम् अपि मातङ्गदेडजम् ।
देवा देवं विदुर्भस्मगूढाङ्गरान्तरौजसम् ।। २८।।
ચાંડાલના શરીરમાં રહેલો સમ્યગ્દષ્ટિ આત્મા દેવસમાન શોભે છે, -રાખથી ઢંકાયેલ અગ્નિની ચીનગારી માફક દેહરૂપી રાખની અંદર સમ્યક્ત્વ ચૈતન્ય-ચીનગારીથી તે આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com