________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ આ રીતે સમ્યગ્દષ્ટિના આઠગુણમાંથી બીજો ગુણ કહ્યો. આ નિ:કાંક્ષા અંગના પાલનમાં સતી અનંતમતીનું ઉદાહરણ પ્રસિદ્ધ છે; તે “સમ્યકત્વકથા” વગેરેમાંથી જાણી લેવું.)
IF ૩. નિર્વિચિકિત્સા-અંગનું વર્ણન ક્લ
જેણે આત્મા અને શરીરને ભિન્ન જાણ્યા છે એવા સમ્યગ્દષ્ટિ જીવ, શરીરમાં અશુચી દેખીને આત્માના ધર્મ પ્રત્યે ગ્લાનિ કરતા નથી; એટલે કોઈ મુનિ વગેરે ધર્માત્માનું શરીર મલિન કે રોગવાળું દેખીને તેમના પ્રત્યે ધૃણા-દુર્ગછા થતી નથી, પણ શરીર મેલું હોવા છતાં અંદરમાં આત્મા તો ચૈતન્યધર્મોથી શોભી રહ્યો છે–તેનું તેને બહુમાન આવે છે. આવા મેલા-કોઢિયા શરીરવાળાને તે કાંઈ ધર્મ હોય ! –એમ ધર્મ પ્રત્યે દુર્ગછાનો ભાવ થતો નથી, એવું સમ્યગ્દષ્ટિનું નિર્વિચિકિત્સા-અંગ છે. | સર્વજ્ઞના દેહમાં તો અશુચી હોતી જ નથી, તેમજ તેમને રોગાદિ પણ હોતાં નથી. પણ સાધક ધર્માત્મા-મુનિ વગેરેને તો દેહમાં મલિનતા કે રોગાદિ પણ હોય, કોઈવાર શરીરમાં કોઢ થાય, શરીર ગંધાઈ જાય, તો તેને દેખીને ધર્મે વિચારે છે કે અહો, આ આત્મા તો અંદર સમ્યગ્દર્શનાદિ અપૂર્વ રત્નોથી શોભી રહ્યો છે, દેહ પ્રત્યે એમને કાંઈ મમત્વ બુદ્ધિ નથી, રોગાદિ તો દેહમાં થાય છે, ને દેહ તો સ્વભાવથી જ અશુચી છે, આમ દેહ અને આત્માના ભિન્ન-ભિન્ન ધર્મો વિચારીને ધર્મી જીવ દેહની મલિનતા વગેરે દેખીને પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com