________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ વીતરાગવિજ્ઞાન-ભાગ-૩
મૂર્ખ લોકો તો ભોગની વાંછાથી સર્પ-વાંદરા -ગાય વગેરે તિર્યંચ પ્રાણીઓને પણ દેવ-દેવીરૂપે પૂજે છે. જુઓને, જૈન નામ ધરાવનારા પણ ઘણા લોકો ભોગની વાંછાથીપુત્રાદિની વાંછાથી અનેક દેવ-દેવલાંને પૂજે છે. -મૂરખને તે કાંઈ વિવેક હોય ? ભગવાનનો સાચો ભક્ત પ્રાણ જાય તોપણ ખોટા દેવ-દેવલાંને પૂજે નહિ, માને નહીં. કોઈ કહે-માંગળિક સાંભળશું તો પૈસા મળશે, –પણ ભાઈ ! જૈનોનું માંગળિક એવું ન હોય, જૈનોનું માંગળિક તો મોક્ષ આપે એવું હોય. માંગળિકના ફળમાં પૈસા મળવાની આશા ધર્મી રાખે નહીં. એ રીતે ધર્મી નિષ્કાંક્ષ ભાવથી ધર્મને સેવે છે.
પ્રશ્નઃ- વેપાર વગેરેમાં પૈસા મળે એવી વાંછા તો ધર્મીને પણ હોય છે, તો તેને નિષ્કાંક્ષપણું ક્યાં રહ્યું?
ઉત્તર:- તેને હજી તે પ્રકારનો અશુભરાગ છે, પણ આ રાગથી કે પૈસામાંથી મને સુખ મળશે–એવી મિથ્યાબુદ્ધિરૂપ વાંછા તેને નથી. રાગ અને સંયોગ બન્નેથી પાર મારી ચેતના છે, તેમાં જ મારું સુખ છે, એમ જાણનાર ધર્મી તે ચેતનાના ફળમાં બાહ્ય સમાગ્રી વાંછતો નથી, તેથી તે નિષ્કાંક્ષ છે. તે ધર્માત્મા ઇન્દ્રપદ કે ચક્રવર્તીપદના વૈભવને ભોગવતો દેખાય છતાં તેને વિષય-ભોગોનો રંચમાત્ર આદર નથી. અરે, અમે અતીન્દ્રિય આનંદના પિંડલા, જગતમાં ક્યાંય અમારો આનંદ છે જ ક્યાં ? તેથી તો કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com