________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૩૧ સ્વર્ગાદિ સુખ મળો એવી વાંછા તે ભવસુખની વાંછા છે, તેવી વાંછા અજ્ઞાનીને હોય છે. જ્ઞાનીએ તો પોતાના આત્માને જ સુખસ્વરૂપે અનુભવ્યો છે એટલે હવે બીજે
ક્યાંય સુખબુદ્ધિ તેને રહી નથી, તેથી તે નિષ્કાંક્ષ છે. સમ્યગ્દષ્ટિએ નિ:કાંક્ષગુણવડે ભવસુખની વાંછાને નષ્ટ કરી છે. “ભવસુખ' એમ અજ્ઞાનીની ભાષાથી કહ્યું છે; ખરેખર ભવમાં સુખ છે જ નહિ, પણ અજ્ઞાની દેવાદિના ભવમાં સુખ માને છે, ઇન્દ્રિયવિષયોમાં સુખ માને છે, –આત્માના સુખની તો તેને ખબર નથી. અરે, સમ્યગ્દષ્ટિ તો આત્માના સુખને અનુભવનાર, મોક્ષનો સાધક! તે સંસાર-ભોગોને કેમ ઈચ્છે? જેના વેદનથી અનાદિકાળથી દુ:ખી થયો તેને જ્ઞાની કેમ ઈચ્છે? ભવ-તન-ભોગ એ તો તેને અનાદિકાળની એઠ જેવા લાગે છે, અનંતવાર જીવ તેને ભોગવી ચુક્યો પણ સુખનો છાંટોય તેમાંથી ન મળ્યો.
ધર્મનું પ્રયોજન શું? ધર્મનું પ્રયોજન, ધર્મનું ફળ તો આત્મસુખની પ્રાપ્તિ થાય–તે છે, ધર્મનું ફળ કાંઈ બહારમાં નથી આવતું. જેણે આત્માના સુખનો સ્વાદ જાણ્યો નથી તેને ઊંડે ઊંડે સંસાર-ભોગની ચાહના પડી છે, તથા તેના કારણરૂપ પુણ્યની ને શુભરાગની રુચિ પડી છે, તેને સાચું નિ:કાંક્ષપણું હોતું નથી. ભલે રાજ-પાટ-ઘર-કુટુંબ છોડીને ત્યાગી થયો હોય પણ જ્યાં સુધી રાગથી ભિન્ન ચૈતન્યરસ ચાખ્યો (અનુભવ્યો) નથી ત્યાં સુધી તેને સંસારભોગની વાંછા પડી જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com