________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૩૦ ]
[ વીતરાગવિજ્ઞાન-ભાગ-૩ જેમ માતાના ખોળામાં બાળક નિઃશંક છે કે આ માતા મારું હિત કરશે; તેને શંકા નથી કે કોઈ મારશે તો માતા મને બચાવશે કે નહીં? તેમ જિનવાણી-માતાની ગોદમાં ધર્મી નિઃશંક હોય છે કે આ જિનવાણી મને સત્યસ્વરૂપ બતાવીને મારું હિત કરનારી છે, સંસારથી તે મારી રક્ષા કરશે. આવી જિનવાણીમાં તેને સંદેહ પડતો નથી. પરમેશ્વર વીતરાગ સર્વજ્ઞ અરિહંત ૫૨માત્મા, તેમણે કેવળજ્ઞાનમાં વીતરાગભાવે આખા વિશ્વને સાક્ષાત્ જોયું, તે પરમાત્માને ઓળખીને તેમાં નિઃશંક થવું, ને તેમણે કહેલા માર્ગમાં તથા તેમણે કહેલા તત્ત્વોમાં નિઃશંક થવું, તે નિઃશંક્તા ગુણ છે.
રત્નકદંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામીએ આ સમ્યક્ત્વના આઠઅંગના પાલનમાં પ્રસિદ્ધ આઠ જીવોનું ઉદાહરણ આપ્યું છે, તેમાં નિઃશંકિતઅંગમાં અંજનચોરનું દૃષ્ટાંત આપ્યું છે. ( આ આઠ અંગની આઠ થાઓ ‘સમ્યક્ત્વકથા ’ નામના પુસ્તકમાં, અથવા તો સમ્યગ્દર્શન ભાગ ચોથામાં આપ વાંચી શકશો.) સમજાવવા માટે એકેક અંગનું જુદું જાદું દૃષ્ટાંત આપ્યું છે, બાકી તો સમ્યગ્દષ્ટિને એક સાથે આઠે અંગનું પાલન હોય છે. પ્રસંગઅનુસાર તેમાંથી કોઈ અંગને મુખ્ય કહેવાય છે.
TM ૨. નિ:કાંક્ષા-અંગનું વર્ણન
ધર્મીજીવો ધર્મ દ્વારા ભવસુખની વાંછા કરતા નથી; એટલે પુણ્યને કે પુણ્યના ફળને તે ચાહતા નથી; ધર્મથી મને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com