________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮]
[ વિતરાગવિજ્ઞાન ભાગ-૩ સ્વરૂપની ઓળખાણ કરવી, તેમાં મૂઢતા ન રાખવી.
૫. પોતાના ગુણને તથા અન્ય સાધર્મીના અવગુણને ઢાંકે, અને વીતરાગભાવરૂપ આત્મધર્મની વૃદ્ધિ કરે, તેનું નામ ઉપગૂહન અથવા ઉપવૃંહણ અંગ છે.
૬. કામવાસના વગેરે કારણે પોતાનો કે પરનો આત્મા ધર્મથી ડગી જવાનો કે શિથિલ થવાનો પ્રસંગ હોય તો વૈરાગ્યભાવના વડ કે ધર્મના મહિમા વડે ધર્મમાં સ્થિર કરે, દઢ કરે, તે સ્થિતિકરણ છે.
૭. પોતાના સાધÍજનો પ્રત્યે ગૌવત્સ સમાન સહજ પ્રેમ રાખવો તે વાત્સલ્ય છે.
૮. પોતાની શક્તિવડે જૈનધર્મની શોભા વધારવી, તેનો મહિમા પ્રસિદ્ધ કરીને તેને દીપાવવો, તે પ્રભાવના છે.
આવા નિઃશંકતા વગેરે આઠ ગુણો વડે સમ્યગ્દષ્ટિ જીવ હંમેશા શંકા વગેરે આઠ દોષોને દૂર કરે છે. નિશ્ચય સમ્યગ્દર્શનમાં તો પરથી ભિન્ન પોતાના શુદ્ધઆત્માની નિઃશંક શ્રદ્ધા છે, ને એનાથી ભિન્ન સમસ્ત પરભાવોની કે સંસારની વાંછાનો અભાવ છે. તેની સાથેના વ્યવહાર આઠ અંગનું આ વર્ણન છે. સમ્યકત્વના નિઃશંકતા આદિ આઠગુણ અને શંકાદિક પચીસ દોષને જાણીને ગુણોનું ગ્રહણ અને દોષોનો ત્યાગ કરવા માટે આ વર્ણન છે. (આ દોઢ ગાથામાં આઠગુણ કહ્યા છે, ને પછી દોઢ ગાથામાં પચીસ દોષ કહેશે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com