________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યકત્વના ગુણ-દોષને જાણીને તેના ગ્રહણ-ત્યાગનો ઉપદેશ
નિશ્ચય સમયગ્દર્શનની સાથે સાતતત્ત્વની શ્રદ્ધા, સાચા દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, અને આઠ અંગનું પાલન વગેરે વ્યવહાર કેવો હોય તે બતાવ્યું, અને તેને ધારણ કરવાનું કહ્યું; હવે પચ્ચીસ દોષ બતાવીને તેનો ત્યાગ કરવાનું કહે છે
[ ગાથા ૧૧] वसु मद टारी निवारी त्रिशठना षट् अनायतन त्यागो। शंकादिक वसु दोष विना संवेगादिक चित्त पागो।। अष्ट अंग अरु दोष पचीसों तिन संक्षेपे कहिये। વિન ગાજેતેં તોષ-IIMનવો વેસે તળિયે-દિયે? | $$ા
આ વ્યવહારસમ્યગ્દર્શનમાં પણ દોષ રહિત હોવાની વાત છે. જાતિમદ વગેરે ૮ મદ, દેવમૂઢતા વગેરે ૩ મૂઢતા, કુદેવાદિ ૬ અનાયતન, અને શંકાદિક ૮ દોષ-એ પ્રમાણે કુલ ૨૫ દોષ છે તેને ઓળખીને ટાળવા જોઈએ, અને સંવેગ વગેરેમાં ચિતને જોડવું જોઈએ. આ રીતે નિઃશંકતા વગેરે આઠ અંગને પાળવાનું અને શંકા વગેરે પચીસ દોષને ટાળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com