________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ રાગ વગરનું જ છે; અને તે મોક્ષનું કારણ છે. તેની સાથેનો રાગ તો બંધનું કારણ છે.
પહેલાં બરાબર ઘૂંટીઘૂંટીને તત્ત્વનો દઢ નિર્ણય કરવો જોઈએ. નિશ્ચય-વ્યવહારને એકબીજામાં ભેળવ્યા વગર બંનેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. સાચા દેવ-ગુરુશાસ્ત્ર તે વ્યવહાર સમ્યગ્દર્શનનો વિષય છે; નિશ્ચયસમ્યગ્દર્શનના વિષયમાં પર વસ્તુ ન આવે, તે તો અચિંત્ય શક્તિથી પરિપૂર્ણ પોતાના આત્માને જ શ્રદ્ધા છે. પરથી ભિન્ન ને પોતાના ગુણ-પર્યાયોથી અભિન્ન એવો મારો શુદ્ધ આત્મા જ મારે આદરણીય છે એમ ધર્મી જાણે છે. દેવ-ગુરુ વગેરેની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું, પણ તેથી તે પરના આશ્રયથી આત્માને ધર્મનો લાભ થાય એમ ન સમજવું. પણ શુદ્ધ આત્માના સમ્યગ્દર્શનની સાથે યોગ્ય ભૂમિકામાં તેવો જ વ્યવહાર હોય છે, વિરુદ્ધ હોતો નથી એમ જાણવું. આ વ્યવહારસમ્યગ્દર્શન તે કાંઈ શ્રદ્ધા ગુણની પર્યાય નથી. નિર્વિકલ્પ પ્રતીતરૂપ જે નિશ્ચય સમ્યગ્દર્શન છે તે જ શ્રદ્ધાગુણની પર્યાય છે એટલે તે જ સાચું સમ્યગ્દર્શન છે. ભગવાન આત્મા ચૈતન્યપિંડ આનંદરસ છે તે જ સમ્યગ્દર્શન છે; અભેદપણે શુદ્ધઆત્મા જ સમ્યક દર્શન છે એમ સમયસારમાં કહ્યું છે. આવા સમ્યગ્દર્શનને પોતાના હિત માટે આઠ અંગસહિત ધારણ કરવું. નિશ્ચય સમ્યગ્દર્શન સાથે વ્યવહાર સમ્યગ્દર્શનમાં આઠ અંગના વિકલ્પો હોય છે. (સમ્યગ્દષ્ટિના નિશ્ચય આઠ અંગનું સ્વરૂપ સમયસારના નિર્જરા અધિકારમાં કહ્યું છે. ) વ્યવહાર સમ્યક્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com