________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૨૧ ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે; આનંદ બહારમાં નથી; સાચા આનંદના વેદનમાં બહારની વસ્તુ નિમિત્ત પણ નથી, એ વિષયાતીત છે, આત્મામાંથી જ તેની ઉત્પત્તિ છે, એટલે તે “સ્વયંભૂ છે. મોક્ષરૂપ આવો મહા આનંદ તે જીવનો સ્વભાવ છે. આવા આનંદરૂપ જે મોક્ષદશા છે તે સમ્યકત્વાદિ આઠ મહા ગુણો સહિત છે, ને મોહાદિ આઠકર્મોનો તેમાં અભાવ છે. આવી મોક્ષદશા-સિદ્ધદશા–પરમપદ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવડે જ પ્રગટે છે, બીજા કોઈ સાધનથી પ્રગટતી નથી. આ મોક્ષદશા અવિનાશી, સ્થિર સુખમય છે. પ્રગટયા પછી તે સદા એવી ને એવી રહે છે. સાધકભાવ-રૂપ મોક્ષમાર્ગનો કાળ તો મર્યાદિત છે (અસંખ્યસમય જ છે, પણ તેના સાધ્યરૂપ મોક્ષદશા તો અમર્યાદિત (સાદિ-અનંત) છે, તેને કાળની કોઈ મર્યાદા નથી; અનંતકાળે પણ તેમાં વચ્ચે દુઃખ નહિ આવે; આત્મા સદાકાળ સુખમાં જ સ્થિર રહેશે. અહો, આવા મોક્ષપદને ઓળખીને તેની ભાવના કરવા જેવી છે.
પહેલાં તો આવા તત્ત્વોની સાચી શ્રદ્ધા કરવી જોઈએ, ને તેમાં કોણ આદરણીય છે તે ઓળખવું જોઈએ. હજી તો જે બંધને આદરણીય માને તે મોક્ષનો ઉપાય ક્યાંથી કરે? પર ભાવોથી ભિન્ન ચૈતન્યને અનુભવીને તેની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. આત્મા આનંદનો સાગર, તેની પોતાની સન્મુખ થતાં આનંદના વેદનસહિત વીતરાગી શ્રદ્ધા થાય છે. ચોથા ગુણસ્થાને પણ જે સમ્યગ્દર્શન છે તે તો રાગ વગરનું જ છે; તે ભૂમિકામાં રાગ હો ભલે, પણ સમ્યગ્દર્શન પોતે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com