________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૧૯ તે મોક્ષમાર્ગ છે, ને પૂર્ણ શુદ્ધતા પૂર્ણ જ્ઞાન–પૂર્ણ આનંદ પ્રગટે તે મોક્ષ છે. તે જ આત્માનું પરમ હિત છે, ને તેનો ઉપાય વીતરાગ-વિજ્ઞાન છે, તે જ સાચી વિદ્યા છે. સાચી વિધા મોક્ષને આપે છે. આવી મોક્ષની વિદ્યા અનંતકાળમાં જીવ પૂર્વે કદી ભણ્યો નથી; બહારનાં બીજાં ભણતર ભણ્યો ને ભૂલ્યો, પણ ચૈતન્યવિધાનું ભણતર કદી ન ભણ્યો. સંસારની કેળવણીથી જુદી જાતની આ મોક્ષની કેળવણી છે; જીવ-અજીવના ભિન્ન-ભિન્ન સ્વરૂપને બતાવનારી આ વીતરાગી-વિદ્યા છે; આ જ સાચું વિજ્ઞાન છે, બાકી તો બધાં અજ્ઞાન છે.
જગતના જીવો દેહને જ આત્મા માનીને જેટલા ભતણર ભણે છે તે બધાય કુશાન છે, તેમાં આત્માનું હિત જરાય નથી. આ દેહ તો જડ છે, તે કાંઈ આત્મા નથી. આત્મા કાયમ રહે છે ને શરીર તો છૂટું પડીને રાખ થઈ જાય છે; જો તે આત્માનું હોય તો આત્માથી કદી છૂટું પડે નહિ-જેમ જ્ઞાન આત્માનું છે તો તે આત્માથી કદી છૂટું પડતું નથી; શરીર છૂટું પડે છે માટે તે સદાય છૂટું જ છે. તેમજ “કર્મ' તે પણ શરીરની જ જાત છે, તે કાંઈ આત્માની જાત નથી, આત્માથી તે ભિન્ન છે.
અહો, ભગવાને બતાવેલા વિતરાગવિજ્ઞાનવડે જ જડ-ચેતનનું આવું પૃથક્કરણ થાય છે.
જડથી ભિન્ન આત્માને જાણીને પછી અંદર જે પુણ્યપાપના ભાવો થાય છે તેનાથી પણ આત્માને ભિન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com