________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ધર્મ છે. અહીં વ્યવહારસમ્યક્ત્વનું વર્ણન છે. એટલે દયામય ધર્મની વાત કરી છે; સારભૂત દયા એટલે સાચી દયા જૈનધર્મમાં જ હોય છે, બીજામાં હોતી નથી; કેમકે, બટેટા વગેરેમાં અનંતજીવો છે, ઇંડાં વગેરેમાં પચેન્દ્રિયજીવ છે, – એવું જીવનું અસ્તિત્વ જ જે ન જાણે તેને સાચી દયા ક્યાંથી હોય? જે દયાની વાત તો કરે પણ પાછા કંદમૂળ વગેરે ખાવાનું કહે, રાત્રે ખાવાનું કહે તો તેના મનમાં જીવદયા
ક્યાં રહી? માટે જીવદયાનું સાચું સ્વરૂપ જૈનધર્મમાં જ છે. વળી નિશ્ચયથી જેટલી રાગની ઉત્પત્તિ છે તેટલી જીવના ચૈતન્યભાવની હિંસા છે, ને રાગ ન થવો તે અહિંસા છે, - હિંસા-અહિંસાનું આવું સૂક્ષ્મસ્વરૂપ ભગવાન અરિહંતદેવના મત સિવાય બીજે ક્યાં છે? –આ રીતે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ ઓળખે છે, ને વિપરીત માનતા નથી.
આવા વીતરાગી દેવ-ગુરુ-ધર્મ જ સમ્યકત્વમાં નિમિત્ત હોય છે. જૈનગુરુ એટલે કે જૈનસાધુ સદા નિગ્રંથ હોય છે, તેમને બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહની બુદ્ધિ નથી ને અંતરમાં મિથ્યાત્વાદિ ભાવો નથી. એનાથી બીજું સ્વરૂપ માને તેને તો વ્યવહારમાં પણ ભૂલ છે, સમ્યગ્દર્શનના સાચા નિમિત્તની પણ તેને ખબર નથી.
આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન-આનંદ ભરેલો છે, દેહ તો જડ ધૂળ છે ને રાગાદિમાં તો દુ:ખ છે; આવી ભિન્નતાના ભાન વડે સમ્યગ્દર્શન–જ્ઞાન પ્રગટ કરીને શુદ્ધતા પ્રગટ કરવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com