________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૧૧૭ દર્શન છે. આવા સમ્યગ્દર્શનને હે ભવ્ય જીવો! તમે ધારણ કરો.
આ સમ્યગ્દર્શનમાં નિમિત્ત કોણ છે? –તો કહે છે કે વીતરાગ સર્વજ્ઞ જિનેન્દ્રદેવ, શુદ્ધોપયોગવડે સ્વરૂપને સાધનારા નિષ્પરિગ્રહી ગુરુ અને સારભૂત એવો દયામય ધર્મ, -આવા દેવ-ગુરુ-ધર્મને જ સમ્યગ્દર્શનનું નિમિત્તકારણ જાણવું, એનાથી વિપરીત હોય તેને સમ્યગ્દષ્ટિ કદી માને નહીં.
–આવા સાતતત્ત્વોને તથા સાચા દેવ-ગુરુ-ધર્મને ઓળખીને હું જીવો! તમે નિઃશંકતાદિ આઠ અંગસહિત તેને ધારણ કરો. (તે નિઃશંકતાદિ આઠગુણનું વર્ણન ગાથા ૧ર તથા ૧૩ માં કરશે.)
જીવ ત્રિકાળ છે, ને મોક્ષ તેની એક પૂર્ણશુદ્ધ અવસ્થા છે, પર્યાય છે.
* ટકે તે ગુણ. * પલટે તે પર્યાય. * અનંત ગુણ-પર્યાયસહિત દ્રવ્ય. * દ્રવ્ય-ગુણ સદા હોય છે, મોક્ષદશા નવી થાય છે.
- સમ્યદષ્ટિના અભિપ્રાયમાં બધો સ્વીકાર આવી જાય છે.
અરિહંત અને સિદ્ધપરમાત્મા તે દેવ છે; આચાર્યઉપાધ્યાય-સાધુ તે નિગ્રંથ ગુરુ છે; અને દયામય એવો સારભૂત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com