________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
,
છે
Mo)
મોક્ષતત્ત્વનું વર્ણન; તથા સમ્યકત્વના નિમિત્તરૂપ દેવ-ગુરુ-ધર્મનું વર્ણન
જીવાદિ સાતતત્ત્વોને ઓળખીને પોતાની શ્રદ્ધા ચોકખી કરવા માટે આ વર્ણન ચાલે છે. તેમાં છ તત્ત્વોની વાત કરી, હવે સાતમું મોક્ષતત્ત્વ કેવું છે તે કહે છે તથા સમ્યગ્દર્શનના નિમિત્તકારણરૂપ દેવ-ગુરુ-ધર્મ કેવા છે તે પણ બતાવે છે. -
[ ગાથા-૧૦] सकलकर्मतै रहित अवस्था सो शिव थिर सुखकारी; इहविध जो सरधा तत्त्वनकी सो समकित व्यवहारी। देव जिनेन्द्र, गुरु परिग्रहविन, धर्म दयाजुत सारो; ये हु मान समकितको कारण , अष्ट-अंग जुत धारो।। १० ।।
સ્થિર સુખમય એટલે ધ્રુવ શાશ્વત સુખથી ભરપૂર, અને સકળ કર્મથી રહિત એવી જીવની અવસ્થા તે મોક્ષ છે, તે જ શિવપદ છે; શિવ એટલે કલ્યાણ, સુખ. આ રીતે જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા ને મોક્ષ એવા સાત તત્ત્વની શ્રદ્ધા સમ્યગ્દષ્ટિને હોય છે, તેને વ્યવહાર સમ્યકત્વ કહેવાય છે. અને સાતતત્ત્વોમાંથી અભૂતાર્થ ભાવોને છોડીને, જીવના એક ભૂતાર્થ શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા તે નિશ્ચય સમ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com